ટ્રેનમાં બે મુસાફરોને કેફી પીણું પીવડાવી રૂા.50 હજારની તફડંચીJanuary 04, 2019

ભુજ તા,4
બેંગ્લોર-ગાંધીધામ ટ્રેનમાં કચ્છ આવી રહેલા બે પ્રવાસીને અજાણ્યો શખ્સ ઘેનની દવાયુક્ત પ્રવાહી પીવડાવીને અડાધા લાખની ચોરી કરી જતાં આ સમગ્ર મામલો રેલવે પોલીસ માથકે પહોંચ્યો છે.
મૂળ લખપત તાલુકાના બરંદા ગામના વતની અને હાલે મહારાષ્ટ્રના સાવલીના કુપવાડમાં રહીને કાપડની દુકાનમાં નોકરી કરતા અનવરભાઈ મોહંભદભાઈ સમેજા ગત તા.30/1રના તેના ગામાથી ગાંધીધામ ટ્રેનના જનરલ ડબ્બામાંથી બેસી કચ્છ આવવા નીકળ્યા હતા.
અનવરની માતાનું આંખનું ઓપરેશન કરાવવાનું હોવાથી થેલામાં પ0 હજારની રોકડ રકમ રાખી હતી. આ દરમિયાન અમદાવાદાથી એક શખ્સ ગાંધીધામ આવવા ટ્રેનમાં બેઠો હતો. વાતચીત દરમિયાન પોતે લાકડાના ધંધા માટે ગાંધીધામ જતો હોય કહી અનવર અને લક્ષ્મણ અય્યપા નામના એક શખ્સ સહ પ્રવાસીને વિશ્વાસમાં લઈ સામખિયાળી આવ્યા બાદ તેની પાસે રહેલી લેપટોપની બેગમાંથી ત્રણ સફેદ પેકીંગ વાળા મેંગો ઓરંજ જુસ પીવડાવતા બન્ને બેશુદ્ધ થઈ ગયા હતા,
આ દરમિયાન આ શખ્સ થેલો લઈને છુમંતર થઈ ગયો હતો. ભાનમાં આવ્યા બાદ બન્નેને સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ બનાવમાં ગાંધીધામ રેલવે પોલીસ માથકે 47,780ની ચોરીની ફરિયાદ નોંધાવાઈ છે.માતાના આંખના ઓપરેશન માટે રાખેલ પૈસા સામખિયાળી નજીકથી ગઠિયો લઇ ગયો