કોચના અંતિમ સંસ્કારમાં સામેલ થયા સચિન અને કાંબલી, યુવા ક્રિકેટર્સે બેટથી આપી સલામીJanuary 03, 2019

મુંબઈઃ ભારત રત્ન સચિન તેંડુલકરના કોચ રમાકાંત આચરેકરના અંતિમ સંસ્કાર મુંબઈના શિવાજી પાર્કમાં થયા. જેમાં સચિન તેંડુલકર, વિનોદ કાંબલી અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે, મુંબઈના મેયર વિશ્વનાથ મહાડેશ્વર, ભાજપના ધારાસભ્ય આશીષ શેલાર ઉપસ્થિત રહ્યાં હતા. આચરેકરની અંતિમ યાત્રા દરમિયાન યુવા ક્રિકેટર્સે તેઓને બેટથી સલામી આપી. બુધવારે મુંબઈમાં આચરેકરનું નિધન થયું તેઓ 87 વર્ષના હતા.