પૂર્વ કચ્છમાં તલાટી પર હુમલો કરી 80 હજારની લૂંટJanuary 03, 2019

 પાંચ અજાણ્યા શખ્સો માર મારી લૂંટ ચલાવી નાસી ગયા
ગાંધીધામ તા.3
નવા વર્ષ 2019ના આરંભે જ રાપર તાલુકાના પ્રાગપર નજીક મોડી સાંજના અરસામાં તલાટી ઉપર હુમલો કરી અંદાજે 80 હજારની મતાનીથ લૂંટનો બનાવ બહાર આવતાં ચકચાર પ્રસરી છે.
આ બનાવના પગલે પોલીસ બેડામાં ભારે દોડધામ થઈ પડી છે. આ અંગે જાણવા મળતી પ્રાથમિક વિગતો મુજબ બનાવ મોડી સાંજના અરસામાં બન્યો હતો. રાપર તાલુકાના ઉમૈયા ગામના તલાટી ગમુજી રાઠોડ પ્રાગપર ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ધસી આવેલા ચારથી પાંચ અજાણ્યા શખ્સોએ તેમનાથ ઉપર હુમલો કર્યો હતો.તેમણે ગળામાં પહેરેલી સોનાની ચેઈન અને મોબાઈલ ફોનની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.
ગંભીર રીતે ઘવાયેલા તલાટીને સારવાર માટે રાપરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં રાપર તાલુકા વિકાસ અધિકારી એ.બી.
પરમાર તેમજ અન્યો ધસી ગયા હતા.રાત્રિના 11.30 વાગ્યાના અરસામાં પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ ચાલુ છે. લૂંટારુઓને.ઝડપી પાડવા નાકાબંધી સહિતનાં પગલાં લેવાયાં છે. બનાવ સ્થળે પોલીસે જઈ તપાસનો ધમધમાટ આદર્યો છે. હુમલા સાથે લૂંટના આ બનાવથી ભારે ચકચાર પ્રસરી છે.