ફિટ રહેવા માટે 1 કલાકના વર્કઆઉટ માટે 21 હજાર રૂ. આપે છે આ એક્ટ્રેસ

નવી દિલ્હી :  સિંગર અને એક્ટ્રેસ સેલેના ગોમેઝ પોતાની ફિટનેસ પાછળ દરેક કલાકે લગભગ 300 ડોલર (અંદાજે 21,000 રૂપિયા) ખર્ચ કરે છે. વેબસાઇટ 'ઇઓનલાઇન ડોટ કોમ' દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે સેલેના માટે સ્વાસ્થ્યની દૃષ્ટિએ ગયું વર્ષ ભારે ચડાવ અને ઉતારભર્યું સાબિત થયું. તે કિડની ટ્રાન્સપ્લાન્ટેશન માટે તેમજ ડિપ્રેશનની સારવાર માટે લાંબો સમય હોસ્પિટલમાં રહી હતી. જોકે 26 વર્ષીય સેલેનાએ ગયા મહિને કમબેક કર્યું છે.