2019માં આવશે 11 મેગા ફિલ્મJanuary 03, 2019

મુંબઇ : વર્ષ 2019 બોલીવુડ માટે સફળ રહ્યું. આયુષ્યમાન ખુરાનાની બધાઈ હો અને આલિયા ભટ્ટની રાઝીએ લોકોને ઘણું મનોરંજન પુરુ પાડ્યું. ત્યારે હવે 2019 પણ બોલીવુડ માટે મહત્વનું સાબિત થવાનું છે. કારણ કે આ વર્ષ દરમિયાન બોલીવુડના મોટા સ્ટાર્સની ફિલ્મ રીલીજ થશે.
કંગના રાણાવત સ્ટારર ફિલ્મ મણિકર્ણિકા ધ ક્વીન ઓફ ઝાંસી-25 જાન્યુઆરીએ રીલીઝ થવાનીછે. આ ફિલ્મમાં કંગના ઝાંસીની રાણી લક્ષ્મીબાઇનું પાત્ર ભજવતી જોવા મળશે. ફિલ્મના ટ્રેલરને પણ દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. આ ફિલ્મ શુટીંગ શરૂ થયું ત્યારથી જ ચર્ચામાં છે.
એક લડકી કો દેખા તો ઐસા લગતા માં પિતા-પુત્રી અનિલ કપૂર અને સોનમ કપૂર પહેલીવાર સ્ક્રીન શેર કરશે. ફિલ્મની વાર્તા સજાતીય સંબંધો પર છે. આ ફિલ્મમાં જુહી ચાવલા અને રાજકુમાર રાવ પણ છે. ફિલ્મ 1 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.
ગલીબોય ફિલ્મમાં પહેલીવાર રણવીર સિંહ અને આલિયા ભટ્ટ એક સાથે જોવા મળશે. ગલીબોયને ઝોયા અખ્તર ડાયરેકટ કરી રહી છે. ફિલ્મમાં રણવીર રૈપરની ભૂમીકામાં જોવા મળશે. ફિલ્મ 14 ફેબ્રુઆરીએ રીલીઝ થશે.
ટોટલ ધમાલ કોમેડી ફિલ્મ ધમાલ ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ છે. ટોટલ ધમાલમાં અજય દેવગણ, અનિલ કપુર, માધુરી દીક્ષિત, બોમન ઈરાની, જોની લીવર અને સંજય મિશ્રા છે. ફિલ્મ 22 ફેબ્રુઆરીએ રીલીઝ થશે.
વર્ષ 1897માં થયેલા સારાગઢી યુદ્ધ પર આધારીત ફિલ્મ કેસરી 21 માર્ચે રીલીઝ થશે. ફિલ્મમાં અક્ષય કુમાર અને પરિણીતી ચોપરા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ એક પીરીયડ ટ્રામા મુવી છે. ફિલ્મ ચર્ચિત સારાગઢીની લડાઈ પર બેસ્ડ છે.
આલિયા ભટ્ટ અને વરૂણ ધવન સ્ટારર ફિલ્મ કલંક 19 એપ્રીલે રીલીઝ થશે. અભિષેક વર્મન દ્વાર નિર્દેશિત આ ફિલ્મમાં માધુરી દીક્ષીત, સંજય દત્ત તેમજ આદિત્ય રોગ કપુર પણ જોવા મળશે.
સ્ટુડન્ટ ઓફ ધ યર-2માં ટાઈગર શ્રોફ, અનન્યા પાંડે અને તારા સુતારીયા મહત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મથી ચકી પાંડેની પુત્રી અનન્યા પાંડે બોલીવુડમાં ડેબ્યૂ કરી રહી છે. ફિલ્મ 10 મેના રોજ રજુ થશે.
સલમાન ખાનની આગામી ફિલ્મ ભારત એક પીરીયડ ડ્રામા ફિલ્મ છે. જેમાં સલમાનના ઓપોઝીટમાં કેટરીના કૈફ જોવા મળશે. ફિલ્મ 5 જૂને રીલીઝ થશે. જે ઓડ ટુ માય ફાધરની હિન્દી રીમેક છે.
હાઉસફૂલ 4નું શુટીંગ પુરુ થઇ ચૂક્યું છે. આ ફિલ્મ 26 ઓક્ટોબરે રીલીઝ થશે. ફિલ્મમાં અક્ષયકુમાર, રીતેશ દેેશમુખ, અભિષેક બચ્ચન અને બોબી દેઓલ જોવા મળશે.
આલિયા ભટ્ટ અને રણબીર કપુર સ્ટારર આ ફિલ્મ વર્ષના અંતમાં રીલીઝ થશે. આ ફિલ્મમાં આલિયા અને રણબીર પહેલીવાર સાથે જોવા મળશે. બંને એકબીજા સાથે રીલેશનમાં હોવાની વાત ચર્ચાઈ રહી છે. જેને લઇને ફેન્સમા0 પણ ફિલ્મને ઉત્સુકતા છે.
કરણ જોહરની આગામી ફિલ્મ તખ્તમાં રણવીર સિંહ, કરીના કપુર, આલિયા ભટ્ટ, વિકી કૌશલ, ભૂમી પેડનેકર, જાન્હવી કપુર અને અનિલ કપુર પણ જોવા મળશે. ફિલ્મ 6 ડિસેમ્બરે રીલીઝ થશે.