કાદરભાઇનાં મોત બાદ ‘શક્તિ’ની આક્ષેપાંજલિ !January 03, 2019

મુંબઇ તા.3
કાદર ખાન અને શક્તિ કપૂરે સાથે નરાજા બાબૂથ, નકુલી નંબર-1’ અને નસાજન ચલે સસુરાલથ જેવી ઘણી હિટ ફિલ્મો આપી છે. કાદર ખાનને યાદ કરતા શક્તિ કપૂરે કહ્યું કે, કાદર ખાનની જિંદગીમાં એક સમય એવો આવ્યો જ્યારે તેઓ સાવ એકલા હતા. અંતિમ સમયે તેમની સાથે કોઈ જ નહોતુ. બોલીવુડમાંથી કોઇએ પણ કાદર ખાનને તેમની બીમારીનાં સમયે તેમનો હાલ નહોતો પુછ્યો. મે કાદર સાહેબ સાથે લગભગ અડધા કેરિયર સુધી ફિલ્મો કરી. અમે બંનેએ સાથે 100 ફિલ્મોમાં કામ કર્યું. હવે તેઓ ચાલ્યા ગયા છે તો ઇન્ડસ્ટ્રી તેમના વિશે વિચારી રહી છે અને વાત કરી રહી છે.
શક્તિ કપૂરે કહ્યું કે, લોકો હવે તેમના વિશે કેમ વિચારી રહ્યા છે જ્યારે તેઓ દુનિયામાં નથી. જ્યારે તેઓ બીમાર હતા ત્યારે કોઇએ હાલચાલ ના પુછ્યા. લોકો ત્યારે જ વાત કરે છે જ્યારે વ્યક્તિ નથી હોતો. કાદર ખાન ઘણા સમયથી કામ નહોતા કરી રહ્યા. તેઓ બીમાર હતા. કાદર ખાન ફાઇનેંશિયલી ઘણા સીક્યોર હતા, પરંતુ તેમની પાસે તેમની સારસંભાળ રાખનાર કોઈ નહોતુ. કોઈ તેમને મળવા નહોતુ જતુ. હું હંમેશા તેમને ફોન કરતો હતો. હું એ અલ્લાહનાં બંદા સાથે હંમેશા સંપર્કમાં રહેતો હતો. હું તેમને જણાવતો હતો કે તેઓ મારા ગુરૂ છે. હું તેમના પગ સ્પર્શ કરતો હતો.
શક્તિ કપૂરે કહ્યું કે, હું તેમની સાથે સમય પસાર કરતો હતો. તેમના પરિવારે તેમનો સાથ છોડી દીધો હતો. આજે ફિલ્મોનાં પોસ્ટરમાં ફક્ત હીરો અને હીરોઇન જ હોય છે, પરંતુ એક સમય હતો જ્યારે કાદર ખાન અને શક્તિ કપૂર પોતાની ફિલ્મોને પ્રમોટ કરતા હતા. અમારા બંનેની જોડી કિશોર કુમાર અને મહેમૂદની હતી.