‘ગુરુ’ની એક થપ્પડે દેશને મળ્યો સચિનJanuary 03, 2019

નવીદિલ્હી તા.3
સચિન તેંડુલકરના કોચ અને દ્રોણાચાર્ય પુરસ્કાર વિજેતા રમાકાંત આચરેકરનું મંગળવારે મુંબઇમાં નિધન થયું છે. તેઓ 87 વર્ષના હતા. સચિન સિવાય આચરેકરે વિનોદ કાંબલી અને પ્રવીણ આમરે જેવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે તૈયાર કર્યા હતા. સચિને એક વખત ગુરુ વિશે વાત કરી હતી કે, મારા માટે અસલી ક્રિેકેટની શરૂઆત ત્યારે થઇ હતી. જ્યારુ હું 11 વર્ષનો હતો. મારા ભાઇને મારામાં કોઇ પ્રતિભા નજરે ચડી હતી અને તે મને આ આચરેકરસર પાસે લઇ ગયા હતા. ગુરુ આચરેક્ર સાથે વિતાવેલી એ ચારથી પાંચ વર્ષ મારા માટે ખૂબ મહત્વના હતા. ચોથા ક્રમે આવશે. એક વખત હું મેચ રમવાને બદલે વાનખેડેમાં શાદરાશ્રમ ઇંગ્લીશ મીડિયમ અને શારદાશ્રમ મરાઠી મીડિયમ વચ્ચેની ફાઇનલ મેચ જોવા માટે પહોંચી ગયો. હું મારી ટીમને પ્રમોટ કરવા માટે ત્યાં ગયો હતોે મે ત્યાં સરને જોયા અને મળવા માટે ગયો હતોે. તેમને ખબર હતી કે, હું મેચ રમવા માટે ગયો નથી પણ તેણે પૂછ્યું કે, કેવું પર્ફોમ કર્યું? ત્યારે મેં કહ્યું કે, મેચ છોડીને હું અહીં ટીમને પ્રમોટ કરવા માટે આવ્યો છું. એ વખતે મને એક થપ્પડ મારી, હાથમાં રહેલું લંચ બોકસ પડી ગયું. એ સમયે સરે મને કહ્યું હતું કે, મારે બીજા માટે તાલીઓ વગાડવાની નથી. એવું રમો કે, લોકો તારા માટે તાલીઓ વગાડે. એ દિવસ પછી મેં ખૂબ મહેનત કરી અને કલાકો સુધી પ્રક્ટિસ કરતો રહ્યો. એ સમયે જો મને થપ્પડ ન મારી હોત તો હું પણ સ્ટેડિયમમાં બેસીને તાલીઓ વગાડતો હોત એ સમયે સરે મને કહ્યું હતું કે, મારે બીજા માટે તાલીઓ વગાડવાની નથી.
એવું રમો કે, લોકો તારા માટે તાલીઓ વગાડે. એ દિવસ પછી મે ખૂબ મહેનત કરી અને કલાકો સુધી પ્રેક્ટિસ કરતો રહ્યો. એ સમયે જો મને થપ્પડ ન મારી હોત તો હું પણ સ્ટેડિયમમાં બેસીને તાલીઓ વગાડતો હતો