દર્દ-એ-કોહલીJanuary 03, 2019

નવી દિલ્હી : ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના પીઠ દર્દ વિશે મોટો ખુલાસો કર્યો છે. કોહલીએ ખુલાસો કર્યો છે કે, તેને ભારતીય ટીમમાં શરૂઆતી દિવસોમાં ર011 થી જ ડીસ્કની સમસ્યા રહી છે. તેણે કહ્યું કે, જ્યાં સુધી મારી ફીટનેસની સમસ્યા છે તો મને ર011 થી ડીસ્ક સંબંધિત મુશ્કેલીઓ રહી છે. આમાં કંઇ નવું નથી, પણ હું છેલ્લા કેટલાક વર્ષોમાં ફીઝીકલ એકટીવીટીથી તેનાથી નીપટવામાં સફળ રહ્યો છું. જો તમને ડીસ્ક સંબંધિત મુશ્કેલીઓ થાય તો તમારે આ રીતે નીપટાવવી પડશે એટલે હું આના વિશે વધારે ચિંતા કરતો નથી.
કોહલીએ આ વાત તે સમયે કહી જ્યારે તે ઓફ સ્પીનર ઓફ અશ્ર્વિનની ઇજા પર ચર્ચા કરી રહ્યો હતો. અશ્ર્વિનની ઇજાથી ચર્ચા કોહલીના પીઠદર્દ સુધી પહોંચી ગઇ જે છેલ્લા કેટલાક સમયથી આનાથી ઝઝુમી રહ્યો છે. કોહલી મેલબોર્ન ટેસ્ટ દરમિયાન પીડામાં હતો અને ફીલ્ડીંગ વખતે પણ પોતાની કમર થપથપાવતો દેખાયો હતો પણ તે હવે આનાથી નીપટતા શીખી
ગયો છે.
તેણે કહ્યું, તમારે આનાથી શારીરિક રૂપથી નિપટવાનું હોય છે અને ઇજાને દુર રાખવાની હોય છે. હવે હું આવું કરવામાં સફળ રહ્યો છું અને મને વિશ્ર્વાસ છે કે, હું તેનાથી નિપટવા માટેના વધારે વિકલ્પ શોધી શકું છું અને પૂર્ણ રીતે ફીટ રહી શકુ છું. કોહલીએ કહ્યું, મનુષ્યો સાથે એ શક્ય નથી કે, તેમને ઇજા ન થાય અને મને લાગે છે કે, અહીં-તહીં સાધારણ ઇજાથી કોઇ મુશ્કેલી નથી બસ તમને તેનાથી સારી રીતે નિપટતા આવડવું જોઇએ.