જાણીતા કાદરખાનના અજાણ્યા સંભારણાJanuary 02, 2019

 એક્ટિંગ ડેબ્યૂ કાદરખાને ફિલ્મ ‘દાગ’થી બોલિવૂડમાં એકટર
તરીકે એન્ટ્રી કરી હતી
મુંબઇ, તા.2
પિતા કંધહાર (અફઘાનિસ્તાન)ના અને માતા પાકિસ્તાનીની દૂખે કાદર ખાનનો જન્મ કાબુલમાં ઉછેર મુંબઈમાં અને અંત કેનેડામાં આવ્યો !
બોલિવૂડમાં પોતાના દમદાર એક્ટિંગ અને ડાયલોગ રાઈટિંગના દમ પર જગ્યા બનાવનાર કાદર ખાનનું 81 વર્ષની વયે નિધન થઈ ગયું. કાદર ખાન વિશે અ વાત ઘણા ઓછા લોકો જાણે છે કે તેમનો જન્મ અફઘાનિસ્તાનના કાબુલમાં થયો હતો. તેમના પિતા કંધારના નિવાસી હતા અને તેમની માતા પાકિસ્તાનના પિશીન જિલ્લાની હતી, જે વિભાજન પહેલા ભારતનો ભાગ હતો.
મ્યુનિસિપલ સ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ તેમણે મુંબઈની ઈસ્માઈલ યુસુફ કોલેજમાં એડમિશન લીધું. આ બાદ તેમણે ઈન્સ્ટીટયુશન ઓફ એન્જિનિયર્સમાં સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી પણ મેળવી. 1970થી 1975 સુધી તેમણે એક કોલેજમાં એન્જિનિયરિંગ પ્રોફેસર તરીકે કામ કર્યું. કોલેજ ફંકશન દરમિયાન કાદર ખાને એક પાત્ર ભજવ્યું હતું. આ ફંકશનમાં મહેમન બનીને એકટર દિલીપ કુમાર પહોંચ્યા હતા. તે કાદર ખાનની એક્ટિંગથી ખૂબ જ ઈમ્પ્રેસ થયા અને તેમણે ફિલ્મ માટે સાઈન કરી લીધા. તેમને ફિલ્મ ‘જવાની દિવાની’ના ડાયલોગ લખવા માટે ઓફર મળી, જે બાદ તેમની બોલિવૂડની જર્ની શરુ થઈ ગઈ. એક્ટિંગ ડેબ્યૂ કાદરખાને ફિલ્મ ‘દાગ’થી બોલિવૂડમાં એકટર તરીકે એન્ટ્રી કરી, જેમાં રાજેશ ખન્ના લીડ રોડમાં હતા. આ ફિલ્મમાં કાદર ખાને વકીલનું પાત્ર ભજવ્યું હતું. આ બાદ તેઓ ઘણી ફિલ્મોમાં સપોર્ટિંગ એકટરના રૂપમાં જોવા મળ્યા હતા.
કાદર ખાને બોલિવૂડની ઘણી ફિલ્મોમાં વિલન તરીકે કામ કર્યું. વિલનના પાત્રમાં નામના મેળવ્યા બાદ તેમણે કોમેડીમાં પણ હાથ અજમવ્યો જેમાં તેઓ સફળ રહ્યા. ફિલ્મ ‘હિમ્મતવાલા’ અને ‘આજ કા દૌર’ બાદ 1989થી તેમણે સતત કોમેડી ફિલ્મો કરવાનું શરુ કરી દીધું. 1982થી લઈને 2005 સુધીનો પીરિયડ કાદર ખાનના કરિયરનો સૌથી સફળ સમય માનવામાં
આવે છે.