ફ્રૂટ ટાર્ટઃશુભદા ભટ્ટી -January 01, 2019


: સામગ્રી :
1/2 કપ પાઈનેપલના ટુકડા
1/2 કપ એપલના ટુકડા
1/2 કપ સ્ટ્રોબેરીના ટુકડા
1/2 કપ ચેરીના ટુકડા અથવા
ટૂટી ફૂટી
50 ગ્રામ ક્રીમ
2 ટેબલ સ્પૂન સાકરનો ભૂકો
2 ક્યુબ ચીઝ
ટાર્ટ બનાવવા
100 ગ્રામ મેંદાનો લોટ
50 ગ્રામ બટર
1 ટેબલ સ્પૂન દળેલી સાકર
ચપટી બેકિંગ પાઉડર
: પધ્ધતિ :
* મેંદાના લોટમાં બેકિંગ પાઉડર ,બટર ,દળેલી સાકર નાખી મિક્સ કરી લો.
* ત્યારબાદ બરફના પાણી વડે લોટ બાંધી લોટને પ્લાસ્ટિક બેગમાં મૂકી 10 મિનિટ ફ્રીઝમાં મૂકી દો
* પછી તેના લુવા કરી મોટી રોટલી વણી કટર કે વાટકી મૂકી નાના રાઉન્ડ કટ કરી એલ્યુમિનિયમ મોલ્ડમાં ચિપકાવી તળી લો અથવા મોફિન ટ્રે માં મૂકી બેક કરી લો.
* બધા જ ફ્રૂટ્સને મિક્સ કરી સહેજ સાકરના ભૂકામાં રગદોળી લો.
* ક્રીમમાં સાકરનો ભૂકો,વેનીલા એસન્સ મિક્સ કરી ઠંડું કરી લો
* એક ટાર્ટ લઇ તેની અંદર મિક્સ ફ્રૂટ મુકો, તેના પર ઠંડું કરેલ ક્રીમ મુકો અને સહેજ ચીઝ ભભરાવી દો. એકદમ ટેસ્ટી,હેલ્ધી ફ્રૂટ ટાર્ટ તૈયાર
: વેરિએશન :
મેંદાના બદલે ઘઉંનો લોટ પણ લઈ શકાય
* ચીઝનો ઉપયોગ ન કરો તો પણ ચાલે
* ફ્રૂટ્સમાં કોઈ પણ ભાવતા, સિઝનલ ફ્રૂટ લઇ શકાય
* જો ભાવે તો ઉપર ચોકલેટ સોસ પણ રેડી શકાય.
ફ્રૂટી પાણીપુરી
: સામગ્રી :
પાણી બનાવવા
1 કપ ઓરેન્જ જ્યૂસ
1 કપ એપલ જ્યૂસ
ફુદીનાના પાન(ઝીણા સમારેલ)
1/4 ટી સ્પૂન જીરું પાઉડર
1/4 ટી સ્પૂન સંચળ પાઉડર
1/4 ટી સ્પૂન પાણીપુરી મસાલો
સ્વાદ અનુસાર મીઠું
: સ્ટફિંગ માટે :
1/2 કપ ઝીણું સમારેલ એપલ
1/2 કપ દાડમના દાણા
સ્વાદ અનુસાર ચાટ મસાલો અને સંચળ પાઉડર
: પધ્ધતિ :
* ઓરેન્જ જ્યૂસ,એપલ જ્યૂસ મિક્સ કરી તેમાં ફુદીનાના પાન ઝીણાં સમારીને ધોઈને મિક્સ કરો
* તેમાં જીરું પાઉડર સંચળ પાઉડર,પાણીપુરી મસાલો બધું મિક્સ કરી લો.
* જ્યૂસ ફ્રેશ અને રેડી ટીન પણ લઈ શક્ાય
* સ્ટફિંગ માટે સફરજન દાડમ મિક્સ કરી સ્વાદ અનુસાર ચાટ મસાલો,મીઠું ઉમેરો.
* પુરીમાં સ્ટફિંગ મૂકી બીજા નાના ગ્લાસમાં પાણી આપી સર્વ કરો.પુરીમાં સ્ટફિંગ,પાણી નાખીને પણ સર્વ કરી શકાય.
* પાણી બનાવવા તરબૂચ, પાઇનેપલ કોઇપણ સિઝનલ ફ્ર્રૂટ જયૂસ લઇ શકાય