ફ્રૂટ્સના અનેકવિધ ઉપયોગોJanuary 01, 2019

શિયાળાની મોસમમાં સ્વસ્થ રહેવા માટે શાકભાજી, ફળો ખૂબ સરસ આવે છે. અત્યારે ઓરેન્જ, એપલ, પાઈનેપલ, ગ્રેપ્સ, કિવિ, સ્ટ્રોબેરી, વગેરે ફળો આવે છે અને દરેકને ખાવાથી ખૂબ ફાયદા છે તો જુદાજુદા પ્રકારે તેનો ઉપયોગ કરી તેનો ભોજનમાં સમાવેશ કરી લાભ મેળવી શકાય.
* ફળોને ધોઈને તાજા ખાવાથી વધુ ફાયદો થાય છે આમ છતાં તેના જ્યૂસ પણ ફાયદાકારક છે.
* કેળા, એપલ,દ્રાક્ષ વગેરે ફ્રૂટ ઝીણા સમારી તેમાં મોળું દહીં,તેમજ સ્વાદ મુજબ મીઠું અને રાઈનો પાઉડર ઉમેરી રાયતું બનાવી શકાય.
* જમવામાં સલાડમાં ટામેટા ,કાકડી,સાથે એપલ,દાડમ,દ્રાક્ષનો ઉપયોગ કરી શકાય
* ચીકુ, પાઈનેપલ, એપલ, સ્ટ્રોબેરી વગેરે ક્રશ કરી સહેજ ઘીમાં શેકી ખાંડ નાખી પાણી બળે ત્યાં સુધી મિક્સ કરી હલવો કે શીરો બનાવી શકાય
* સેવ મમરામાં ટામેટાં સાથે દ્રાક્ષ,એપલ,દાડમ,કાચી કેરી, કોથમીર, મીઠું, ચાટ મસાલો નાખી ફ્રૂટ ભેળ બનાવી શકાય.
* ચીઝ ફોનડયુ સાથે ફ્રૂટ્સની સ્ટિકસ મૂકી શકાય
* બારબેકયુમાં પણ વેજિટેબલ્સના બદલે એપલ,પાઈનેપલને મેરીનેટ કરી બેક કરી શકાય.
ક્ષ મનપસંદ ફ્રૂટ્સ મિક્સ કરી ક્રીમ કે વાઇટ સોસ સાથે લઈ શકાય.
* આ ઉપરાંત ફ્રૂટને સમારી ક્રશ કરી તેના જેટલીજ સાકર અને પાણી લઇ ગરમ કરી ઉકાળીને સ્લશ પણ બનાવી શકાય.
* દરેક ક્રૂટનો પલ્પ અને એટલી જ ખાંડ લઇ ગરમ કરવા મૂકો અને એકદમ ટ્રાન્પેરન્ટ થાય ત્યાં સુધી હલાવો અને મનપસંદ ફ્રૂટની જેલી તૈયાર.