ધારીના માલવેણ ગામે યુવતિ પર દુષ્કર્મ: ત્રણ સામે ફરિયાદ


અમરેલી તા,31
ધારી તાલુકાનાં મોણવેલ ગામે રહેતી એક 1પ વર્ષની તરૂણીનેગત તા.રર-1ર ના રોજ બપોરે તે જ ગામે રહેતાં પ્રવિણ ભનુભાઈ મકવાણા તથા તેમની પત્નિ સંઘ્યા પ્રવિણભાઈ મકવાણા કપડા ધોવાનું બહાનું બતાવી તેમના હવાલાવાળા મોટર સાયકલમાં બેસાડી પોતાના ઘરે લઈ ગયા હતા અને એક રૂમમાં પૂરી દીધેલ. જે રૂમમાં આરોપી જયંતી ભનુભાઈ મકવાણા પહેલાથી હાજર હોય તેમણે આ સગીરાનાં મો ઉપર રૂમાલ બાંધી દઈ તેણીની ઈચ્છા વિરુઘ્ધ શરીર સંબંધ બાંધેલ હતો. આ અંગે ભોગ બનનાર તરૂણીએ એક મહિલા સહિત ત્રણેય સામે ધારી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મારી નાંખવાની ધમકી
બગસરા તાલુકાના માવજીંજવા ગામે રહેતા મધુભાઈ પ્રેમજીભાઈ પરમારના પુત્ર વિનોદભાઈના લગ્ન અમરેલીના ચકકરગઢ રોડ ઉપર રહેતા બાબુભાઈ દાનાભાઈ માધડની પુત્રી સાથે થયેલા. બાદમાં તેમનો ઘરસંસાર નહીં ચાલતા ઘરમેળે છૂટાછેડા થયેલ. ત્યારબાદ અમરેલી કોર્ટમાં કેસ કરેલ હોય, જેની મુદતે મધુભાઈ આવેલા ત્યારે ફોરવર્ડ સર્કલ પાસે બાબુભાઈ માધડ, ઉત્પલભાઈ બાબુભાઈ માધડ તથા રવજીભાઈ દાનાભાઈ માધડે સમાધાન પેટે પૈસાની ઉઘરાણી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ સીટી પોલીસમાં નોંધાઈ છે.
રેતી ભરેલ ટ્રક ઝડપાયો
ખાંભા તાલુકાનાં વાંગધ્રા ગામે રહેતાં હરજીભાઈ ઉર્ફે ઘુઘો નનાભાઈ વાઘેલા તથા દકુ નનાભાઈ વાઘેલા નામનાં બે ઈસમો ગઈકાલે રાત્રે વાંગધ્રા ગામે પોતાના હવાલાવાળા ટ્રેકટરમાં ગેરકાયદેસર રીતે પરત રેતી ભરીને નિકળતાં પોલીસે તેમને રૂપિયા 3 લાખનાં મુદ્યામાલ સાથે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.