વડોદરાનું છાણી દિક્ષાની ખાણ,દર ચાર જૈનોમાં એક દિક્ષાર્થીJanuary 14, 2019

વડોદરા: શહેરનું છાણી ગામ આજે દેશભરમાં દિક્ષાની ખાણ તરીકે ઓળખાય છે. દેશમાં વસતો કોઈ પણ જૈન આરાધકને દિક્ષા લેવાની ભાવના થાય તો તે છાણીના દિક્ષા દાનેશ્વરી શ્રી શાંતિનાથ ભગવાનની શરણે આવે છે. ભગવાન દિક્ષા દાતા હોવાથી જૈન આરાધકને દિક્ષા મળી જતી હોવાથી આજે છાણી ગામમાં કુલ 225 આરાધકોએ દિક્ષા ગ્રહણ કરી છે. છાણી ગામમાં 30 હજારની વસ્તી સામે જૈનોની સંખ્યા 625ની છે,જેમાંથી 167 જૈનોએ દિક્ષા લીધી છે. આમ છાણીના 4 જૈન શ્રધ્ધાળુમાંથી 1 જૈનએ દિક્ષા લીધી હોવાનું છાણી જૈન સંઘના પ્રમુખ મુકેશભાઈ સંઘવીએ જણાવ્યું છે.   મુકેશભાઈ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, છાણીના 167 દિક્ષાર્થીમાંથી આજે 20 આચાર્ય ભગવંતો તરીકે પુજાય છે. જ્યારે છાણીમાં બહારગામના 58 આરાધકોએ પણ દિક્ષા લીધી છે.છાણીમાં જ્યારે પણ દિક્ષા યોજાય ત્યારે ભગવાન મુકવા માટે હાથીદાંતની પાટલી ધરાવતી ચાંદીની નાણ પર જ દિક્ષા થયેલી છે. આ પ્રકારની ચાંદીની નાણ સંપુર્ણ ભારતમાં માત્ર છાણી જૈન સંઘ પાસે છે.દેશમાં માત્ર છાણી જ એક એવું ગામ છે જેમાં કાયમ આયંબિલ ખાતુ ચાલી રહ્યું છે.