પેટ્રોલના ભાવ 38 પૈસા વધીને 70ને પાર, 5 દિવસમાં 1.63 રૂપિયાનો વધારોJanuary 14, 2019

નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સોમવારે સતત 5માં દિવસ વધારો જોવા મળ્યો છે. દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 38 પૈસા વધીને 70.13 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં રેટ 38 પૈસા વધીને 75.77 રૂપિયા થઈ ગયા છે. બંને શહેરોમાં ડીઝલની કિંમતોમાં 49 પૈસાથી 52 પૈસાનો વધારો નોંધાયો છે