લગ્નની કંકોત્રીમાં અનોખી ભેટની કરી માંગ, 2019 લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીને આપો વોટJanuary 14, 2019

સુરત: લોકસભા ચૂંટણીમાં 100 દિવસો કરતા પણ ઓછો સમય વધ્યો છે. ત્યારે દેશ ફરી એક વાર ચૂંટણીના રંગે રંગાવા જઇ રહ્યો છે. પરંતુ તેના પહેલા જ એક લગ્ન એવા છે જેમાં ચૂંટણીનો રંગ દેખાઇ રહ્યો છે. ગુજરાતના સુરતમાં યોજાવાની છે. આ લગ્નની કંકોત્રી પહેલી નજરે જોતા એમ લાગે કે આ એક સામાન્ય કંકોત્રી જેવી જ કંકોત્રી છે, પરંતુ જેવી જ તમારી નજર કંકોત્રીની નીચે જાય છે. ત્યારે તમારી નજર ત્યાંજ ચોટી જશે. આ લગ્નની કંકોત્રીમાં લગ્નમાં આવનારા તમામ લોકો પાસેથી મળતી ભેટના રૂપમાં બીજેપીને વોટ આપવાની વાત કરવામાં આવી છે. 

અત્યરના સમયે આ બીજી લગ્નની કંકોત્રી હશે જેમાં બીજેપીને વોટ આપવાની અપીલ કરવામાં આવી રહી છે. આ લગ્નની કંકોત્રીમાં લખવામાં આવ્યું છે, કે તમારે લગ્નની ભેટ સ્વરૂપે પીએમ મોદી માટે મત જોઇએ છે., સુરતમાં યુવરાજ અને સાક્ષીના લગ્નની ગીફ્ટના રૂપમાં બીજેપી માટે વોટ માંગવાની અપીલ કરવામાં આવી છે. આ સિવાય એ પણ કહેવામાં આવ્યું છે, કે તમે નમો એપ દ્વારા બીજેપીને દાન આપોએ જ અમારા માટે ભેટ સમાન છે.