1500 કરોડ રૂપિયાનો તહેવાર ‘ઉત્તરાયણ’

રાજકોટ તા.12
આપણે ત્યાં સદીઓ જૂની પરંપરા છે કે ઉતરાયણના દિવસે આકાશમાં પતંગ ચગાવવામાં આવે છે. જોકે ભલે એક દિવસનો તહેવાર હોય પરંતુ તેનાથી હજારો લોકોને આખુ વર્ષ રોજગાર મળે છે અને આજે ગુજરાતનો પતંગ ઉદ્યોગ વાર્ષિક 1200 થી 1500 કરોડ રૂપિયાનો થઇ ગયો છે. મોટી-મોટી કંપનીઓ પણ પતંગ દ્વારા માર્કેટિંગ પણ કરે છે. ગુજરાતમાં રોજગાર આપવાના મામલે પતંગ એક મોટું માધ્યમ બની ગયો છે.
સવારથી માંડીને મોડી રાત સુધી ગીત સંગીત સાથે ઉતરાયણનો પર્વ પતંગ સાથે ઉજવવામાં આવે છે. વર્ષો જૂની પરંપરા છે અને આજે તો સ્થિતિ એવી છે કે મારૂતિ, અલ્ટ્રાટેક સીમેંટ, કોમંડલ, સાંધી સીમેંટ જેવી કંપનીઓ પતંગને માધ્યમ બનાવીને માર્કેટિંગ દ્વારા ગ્રાહકોને પોતાની સાથે જોડી રહ્યા છે. આ કંપનીઓને હજારોની સંખ્યામાં પોતાના લોગોવાળી પતંગ બજારમાં ઉતારી છે. કંપનીઓએ કહ્યું કે જ્યારથી અમારી કંપની શરૂ થઇ છે ત્યારથી અમે પતંગ દ્વારા માર્કેટિંગ કરી રહ્યા છે અને આ વખતે ડિજિટલ કોન્ટેસ્ટ દ્વારા પતંગ આપવામાં આવી રહ્યા છે. દરેક નાની મોટી કંપનીઓ પોતાના ગ્રાહકોને જાળવી રાખવા માટે અને નવા ગ્રાહકોને જોડવા માટે પોતાના લોગોવાળી પતંગ ફ્રીમાં આપે છે અને તેના લીધે ફક્ત એક દિવસના તહેવાર માટે 10 મહિના સુધી પતંગ બનાવવાનું કામ ચાલે છે.
પતંગ બનાવવાનો બિઝનેસ સંપૂર્ણપણે ઉદ્યોગ પર આધારિત છે. એકલા અમદાવાદમાં 35000 મુસ્લિમ પરિવાર આખુ વર્ષ પતંગ બનાવીને કમાણી કરે છે. આજે ગુજરાતનો વાર્ષિક પતંગનો બિઝનેસ 1200 થી 1500 કરોડને પાર કરી ગયો છે. બિઝનેસ રોજગારની સાથે સામાજિક સમરસતાનું પ્રતિક પણ બની ગયો છે પતંગનો તહેવાર.
રાજકોટ સહિત રાજ્યના ઘણા શહેરોમાં કાઇટ ફેસ્ટિવલમાં જાય છે. પતંગ ગુજરાતની ઓળખ બની ગયો છે અને રોજગારનું ઉત્તમ માધ્યમ પણ છે. આ વખતે મોદી, રાહુલ ગાંધી, સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના ફોટો સાથે પણ પતંગ બનાવામાં આવી રહ્યા છે.
પતંગ બનાવનાર મંસૂરભાઇએ જણાવ્યું હતું કે ગત 45 વર્ષોથી પતંગ બનાવી રહ્યો છું. એકલા અમદાવાદમાં 35000 મુસ્લિમ પરિવાર આખુ વર્ષ પતંગ બનાવે છે. દર વર્ષે ગુજરાતનો પતંગનો બિઝને 15% થી 20%ના દરે વધે છે. અત્યારે અમદાવાદમાં 35000 અને આખા ગુજરાતમાં લગભગ એક લાખ લોકોથી વધુ પરિવાર પતંગના બિઝનેસથી પોતાનું ઘર ચલાવે છે. પતંગ-દોરા અને સાઇડ આઇટમોનું ટર્નઓવર રૂા.1500 કરોડથી પણ વધુનું: 35000 પરિવારોની રોજી રોટી બની પતંગ: મોટી કંપનીઓએ પણ પતંગને બનાવ્યું જાહેરાતનું માધ્યમ