સારા કામ જ નહીં, ઉત્તરાયણનાં દિવસે ‘મૃત્યુ’ પણ સર્વોત્તમ

રતીય સંસ્કૃતિમાં સામાજિક અને ધાર્મિક ઉત્સવોનું આગવું મહત્ત્વ છે. કારણકે, ઉત્સવો માણસના હૃદયમાં આનંદ-ઉલ્લાસ જગાડે છે. તેથી ભારતવાસીઓ ઉત્સવની કાગડોળે રાહ જોતા હોય છે. એમાંય મકરસક્રાંતિની તો વાત જ જુદી. એક એક માસ અગાઉથી તેની તૈયારીઓ થવા લાગે છે. અને સમગ્ર ભારતવર્ષમાં મકરસંક્રાંતિ- ઉત્તરાયણનું પર્વ ઊજવાય છે.
સૂર્ય જુદી-જુદી રાશિઓમાં પ્રવેશ કરે છે, તે ક્રિયાને સંક્રાંતિ કહેવાય છે. મકર રાશિમાં પ્રવેશ કરે ત્યારે મકરસંક્રાંતિ થાય. કર્ક રાશિમાં પ્રવેશ કરે ત્યારે કર્ક સંકાન્તિ થાય. ધન રાશિમાં સૂર્ય પ્રવેશે ત્યારે ધન સંક્રાંતિ થાય.
પોષ મહિનામાં સૂર્ય મકરરાશિમાં પ્રવેશ કરે છે માટે આ ઉત્સવને પમકરસંક્રાંતિથ કહેવામાં આવે છે. આ દિવસે સૂર્ય પૃથ્વીની પરિક્રમાની દિશા બદલે છે. તે ઉત્તરની તરફ ઢળતો જાય છે માટે લોકો આ સમયને ઉત્તરાયણ કહે છે. સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થતાં ધનુર્માસ પૂર્ણ થાય છે. આ દિવસથી કમૂરતાં પૂર્ણ થાય છે અને એક માસથી જે શુભ કાર્યો કરવાના બંધ થઈ ગયા હતા તે પુન:પ્રારંભ કરવામાં આવે છે. આપણા શાસ્ત્રો અનુસાર શુભ કાર્યોની શરૂઆત ઉત્તરાયણના સૂર્યસંક્રમણથી કરવામાં આવે છે. મૃત્યુને પણ ઉત્તરાયણના સૂર્યમાં પવિત્ર માનવામાં આવેલું છે. બાણશય્યા પર પોઢેલા ભીષ્મ પિતામહે ઉત્તરાયણની પ્રતીક્ષામાં મૃત્યુને રોકી રાખ્યું હતું તે મહાભારતની કથા સુવિદિત છે. મકરસંક્રાંતિમાં પવિત્ર નદીના જળમાં સૂર્યોદય પહેલાં સ્નાન કરી ભગવાનની પૂજા- અર્ચના કરવામાં આવે છે અને તલના લાડુનું દાન કરવામાં આવે છે. શુકનવંતી આગાહી
રાજકોટ જેની આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તે ઉત્તરાયણનો તહેવારને માત્ર કલાકો જ બાકી રહ્યા છે. આ વખતની ઉત્તરાયણ પર પવનની રહેશે કે નહીં? આ પ્રશ્ર્ન દર વર્ષે સતાવતો હોય છે. તેની સામે હવામાન વિભાગે શુકનવંતી આગાહી કરતા કહ્યું છે કે, આ વર્ષે ઉત્તરાયણ પર પવન સારો રહેશે અને પતંગ રસિયાઓને ઠુમકા મારવા પડશે નહીં. હવામાન ખાતાએ આગાહી કરતા કહ્યું છે કે, આ વર્ષે પવનની સારી ઝડપ રહેશે. આ વર્ષે ઉત્તરાયણના રોજ પવનની ઝડપ 20થી 25 કિલોમીટર રહેશે. આ દિવસો દરમિયાન દક્ષિણ-પિૃમ રાજસ્થાન પર સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય બનશે. તેની અસર તળે પવનની ગતિ સારી રહેશે. જેથી પતંગ રસિયાઓને પતંગ ચગાવવાની મઝા પડી જશે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણે પવન સારો રહેવાના કારણે પતંગ સહેલાઈથી આકાશની ઉડી શકશે. તેમજ રાજ્યભરમાં આકાશ વાદળછાયું રહેશે.