5 કરોડના બ્રાન્ડેડ ‘ડુપ્લિકેટ’ દોરાનું વેચાણ...January 12, 2019

 નકલી અને ઓરિજિનલ દોરાના ભાવમાં 40 થી 50 રૂપિયાનો તફાવત
રાજકોટ તા,12
સોમવારે ઉતરાયણ પર્વ ઉજવાશે જેની તૈયારી માટે શહેર આખું સજજ બની ગયું છે. બજારોમાં 25 થી 35 ટકાનો ભાવ વધારો હોવા છતાંય ધીમે ધીમે આજથતી પતંગ દોરાની ખરીદીનો માહોલ જામતા વેપારીઓને જીવમાં જીવ આવ્યો હતો. ઉતરાયણ પહેલા જ શહેરમાં ડુપ્લીકેટ દોરાનું મસમોટું કૌભાંડ ચાલી રહ્યું છે. છતાય તંત્ર લોલમલોલ ચલાવી રહ્યું છે. રાજકોટવાસીઓનો પ્રિય તહેવાર ઉતરાયણમાં પતંગ-દોરાનો 15 કોરડથી વધારાનું માર્કેટ છે. આ દોરા બજારમાં 5 કરોડના ડુપ્લીકેટ દોરાનું વેચાણ વધુ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. બ્રાન્ડેડના લેબલ લાગડી ડુપ્લકેટ દોરા બજારમાં બેફામ વેચાઈ રહ્યા છે. શહેરમાં દોરાની સસ્તી રેલીના સ્ટિકર બદલી બ્રાન્ડેડ બનાવવામાં આવી રહ્યા છે. પોલીસ છતાંય તપાસ કેમ નથી કરતી. આ વર્ષે નહીં વર્ષોથી નકલી દોરાનું પૂજા વેચાણ થઇ રહ્યું છે.છતાંય પોલીસ કાર્યવાહીથી દુર રહી છે. બજારમાં નકલી દોરા વેચાય રહ્યા છે જેમાં બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર, પેકીંગ મટીરીયલ અને જુદી જુદી કંપનીના રીલોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. શહેરમાં પતંગના વેપારી મનસુખભાઇએ જણાવ્યું હતું કે રાજકોટમાં દોરાનું 15 કરોડથી વધુનું માર્કેટ છે. જેમાં 30 થી 40 ટકા નકલી દોરાનું વેચાણ શહેરમાં થઇ રહ્યું છે. નકલી દોરા અને ઓરીજીનલ દોરામાં ભાવમાં 40 થી 50 રૂપિયાનો તફાવત હોવાનું જણાવ્યું હતું. નકલી દોરી બનાવતા ભેજાબાજો બ્રાન્ડેડ દોરી જેવી જ ફીરકી તૈયારી કરી બજારમાં તેનું વેચાણ કરી રહ્યા છે. છતાંય હજુ નકલી દોરોબનાવતા ભેજાબાજોને પોલીસ પકડી શકી નથી. દોરો ઓરિજિનલ છે તે કેવી રીતે ઓળખવો?
કંપની દ્વારા બનાવવામાં આવતો દોરો ઓરીજીનલ છે કે નહી તે જાણી શકાય તે માટે કંપની રીલ ઉપર અને કંપનીના બોક્સ ઉપર સિલ્વર કલરનો હોલમાર્ક આપે છે તેમજ રીલની અંદરના ભાગમાં કોટ્સ કોતરાય છે. દર વર્ષે કંપનીઓ કોટ્સ અને બોકસની ડીઝાઈન બદલતી રહે છે અને દોરો બનાવતી કંપની રીલની સાથે લેબલ લગાવતી હોય છે. તે લેબલની પાછળની બાજુએ સ્કીમ અપાય છે. આ ત્રણ રીતે દોરો ઓરીજીનલ છે તેમ જાણી શકાય.
ફિરકીને હોલમાર્ક લગાવી તૈયાર કરાય છે
ડુપ્લીકેટ દોરાનો જથ્થો અમદાવાદથી રાજકોટ આવે છે. રોમટીરીયલ અને કાચો દોરો આછે છે જેને રાજકોટમાં લેબલ, હોલમાર્ક લગાવી પેકીંગ કર્યા બાદ તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ બજારમાં તેનું વેચાણ થાયછે. જીએસટીનાં કારણે આ વખતે પતંગ-દોરા 15 ટકા મોંઘા થયા
પતંગ બજારને જીએસટીના લંગરે પરેશાન કરી દીધી. આમ જીએસટી થકી ગ્રાહકોને પણ પતંગ અને દોરા ગતવર્ષની તુલનાએ 10થી 15 ટકા મોંઘા મળશે ઉપરાંત જીએસટી નંબર ફરજિયાતના લીધે મોસમી ધંધાવાળા નાના વેપારી તથા શ્રમજીવી કારીગરોની માલ વેચવા માટેની પળોજણ વધી ગઇ છે. પતંગ અને દોરીમાંજા તૈયાર કરતા નાના શ્રમજીવી કારીગરો જીએસટી નંબર ન હોવાથી બહારગામ ટ્રાન્સપોર્ટ દ્વારા માલ મોકલી શકે તેમ ન હોવાથી તેઓ ત્યાં જ વેપારીઓને પોતાનો માલ વેચવા મજબૂર બન્યા છે. તો બીજી તરફ આ વેપારીઓ આ જ માલ પર પોતાનો નફો ચડાવી રાજ્યના વિવિધ વિસ્તારમાં જથ્થાબંધ વેપારીઓને વેચતા હોવાથી માલ 10થી 15 ટકા મોંઘો મળતો હોવાનું જણાવ્યું હતું.