ખાંડની લઘુતમ વેચાણ કિંમત વધારવા વિચારણાJanuary 12, 2019

 નિકાસ વધારવા માટે
લેવાશે વિવિધ પગલાં
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર હવે ખાંડની લઘુત્તમ વેચાણ કિમંતમાં વધારો કરવા વિચારણા કરી રહી છે. ભારતની ખાંડની નિકાસ ટાર્ગ્ોટ કરતા ઓછી રહે તેવી શકયતા દેખાઈ રહી છે. વિદેશી વેચાણને વધારી દેવા માટે સરકાર દ્વારા વિવિધ પગલા લેવામાં આવી રહૃાા હોવા છતાં સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા 50 લાખ ટન કરતા નિકાસનો આંકડો ઓછો રહે તેવી શકયતા છે. મોદીની ઓફિસ આ દરખાસ્ત ઉપર સીધીરીતે વિચારણા કરી રહી છે. આ હિલચાલના પરિણામ સ્વરુપે ખેડૂતોને સીધો ફાયદો થશે.
વૈશ્ર્વિક કિમંતોમાં ઘટાડાના કારણે તેમના વધારે પડતા જથ્થાની નિકાસને લઇને સંઘર્ષ કરી રહેલા ખેડૂતોને મદદ મળશે. સાથે સાથે રૂપિયો મજબૂત બનશે. સરકાર દ્વારા એક પછી એક પગલા હાલના દિવસોમાં લેવામાં આવી રહૃાા હોવા છતાં ખેડૂત સમુદાયમાં નારાજગી પ્રવર્તી રહી છે. ઇન્ડસ્ટ્રી અધિકારીઓના કહેવા મુજબ સરકાર લઘુત્તમ વેચાણ કિમંતમાં વધારો કરીને શેરડીના ખેડૂતોને મોટી રાહત આપી શકે છે. આને લઇને અંતિમ વિચારણા ચાલી રહી છે.