મોદીની ગર્જના: ‘ચોર’ને ચોકીદાર કદાપિ નહીં છોડે

મિશન-2019
તાલકટોરા સ્ટેડિયમ
ખાતે ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં ઙખનું આક્રમક વલણ    હિન્દુસ્તાનને ગઠબંધનની મજબૂર સરકાર જોઇએ છે કે એનડીએ જેવી મજબુત સરકાર?: દેશની સુરક્ષા જેવા મામલે પણ હાસ્યાસ્પદ દલીલો કરનારાને પાઠ ભણાવવાનો સમય નવી દિલ્હી તા.1ર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ફુલફોર્મમાં ચૂંટણીલક્ષી શંખનાદ કરી દેશવાસીઓને આહવાન કર્યુ હતું કે સ્વાર્થી પરસ્પર વિરોધી અને દેશને નર્કાગારમાં ડુબાડનારા વિપક્ષોના ગઠબંધનની મજબુર સરકાર જોઇએ છે કે ઇમાનદાર અને બે-દાગ એવી એનડીએની મજબુત સરકાર જોઇએ છે તે નક્કી કરવાની વેળા આવી ગઇ છે. વડાપ્રધાને ઉર્જાવાન સંબોધનમાં કહ્યું હતું કે દેશભરમાં કહ્યું હતું કે દેશભરના કૌભાંડોના ચોર દેશમાં હશે કે
વિદેશમાં તેને દેશનો આ ચોકીદાર કદાપી નહીં છોડે.
"દેશ હવે ઇમાનદારીના રસ્તે ચાલી નીકળ્યો છે અને વિશ્ર્વાસનો માહોલ બંધાઇ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુલંદ સ્વરે આ વિધાન આજે ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધિવેશનમાં ઉચ્ચાર્યા ત્યારે દેશભરમાંથી એકત્ર થયેલા ભાજપના પંદરે’ક હજાર અગ્રણીઓએ કારોબારી સ્થળને તાળીઓના ગડગડાટથી ગુંજવી દીધું હતું. વડાપ્રધાને જીએસટી, સવર્ણ અનામત, વિકાસના અનેક બદલાવલક્ષી પગલાઓનો ઉલ્લેખ કરીને સાડાચાર વર્ષ દરમ્યાન થયેલા કાર્યોની વાત જનજન સુધી પહોંચાડવા હાકલ કરી હતી.
દિલ્હીના તાલકટોરા સ્ટેડીયમ ખાતે ભાજપનું બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન ચાલી રહ્યું છે, જેના બીજા દિવસે આજે વડાપ્રધાન તેમના કાર્યકાળની વિશદ છણાવટ કરતું ઉદ્દબોધન કર્યુ હતું. ગુજરાતથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિત 6પ0 થી 700 આગેવાનો તેમજ દેશભરમાંથી 1પ હજાર જેટલાં ભાજપ અગ્રણીઓ દિલ્હી પહોંચ્યા છે. તેમની સમક્ષ પ્રવચનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર વાકપ્રહાર કરતા કહ્યું કે જુની સરકારે દેશને અંધારામાં ધકેલ્યો : પ્રારંભના મહત્વપૂર્ણ વર્ષોને ગોટાળામાં ગુમાવી દીધા. કોંગ્રેસે દેશ સાથે ગંભીર વિશ્ર્વાસઘાત કર્યો. 60 વર્ષમાં બેંકોએ 18 લાખ કરોડની જે લોન આપી હતી તેની સામે ર008 થી ર014 સુધીમાં એ રકમ પર લાખ કરોડ થઇ ગઇ. લોન લેવા માટેના બે રસ્તા હતા : એક કોમન પ્રોસેસ અને બે કોંગ્રેસ પ્રોસેસ ! એકા’દ ફોન માત્ર કરીને બેંકોને કરોડોની લોન કોઇને આપી દેવા દબાણ કરાતું હતું !
આની સામે હવે ભાજપ શાસનમાં વિશ્ર્વાસનો માહોલ બંધાયો છે કેમ કે ભાજપે એ પ્રતીત કરાવ્યું છે કે સ્વયંથી મોટો પક્ષ અને પક્ષથી મોટો દેશ છે. દેશ ઇમાનદારીના પથ પર ચાલી નીકળ્યો છે. જનભાગીદારી વિના વિકાસ શકય નથી. ભાજપ શાસન દરમિયાન ભ્રષ્ટાચારનો કોઇ આરોપ અમારા પર નથી. કેટલાક લોકો ભ્રમ ફેલાવી અસંતોષની આગ લગાવવા માગે છે પરંતુ સરકારના ઇરાદા નેક છે. સવર્ણ અનામતનો લાભ સમાજના કોઇ વર્ગ, કોઇ વ્યક્તિના હક્ક છીનવ્યા વિના અપાનાર છે: બાબાસાહેબ આંબેડકરે આપેલો અધિકાર આગળ ઉપર પણ મળતો જ રહેવાનો છે.
વડાપ્રધાને ઇરાદા સ્પષ્ટ કરતા જણાવ્યું કે કોઇ ભી ચોર દેશમે હો યા વિદેશ મેં છોડનેવાલા નહીં હું મૈં... ચોકીદાર રૂકનેવાલા નહીં... રાફેલ ડીલ મામલે કોંગ્રેસના વિરોધને તેમણે તર્કહીન જણાવીને ઉમેર્યુ કે સુતેલાને જગાડી પણ શકાય છે પરંતુ જાગતા સુતા હોય એમનું કંઇ થઇ ન શકે.
અયોધ્યા વિવાદ મામલે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાતા તીર તાકતાં એવો ગંભીર આક્ષેપ મુકયો કે કોંગ્રેસ તેના વકીલ મારફત ન્યાય પ્રક્રિયામાં બાધા નાખવા પ્રયાસ કર્યો હતો. દેશના મુખ્ય ન્યાયાધીશને હટાવવા આરોપ લગાવીને તેમણે મહાભિયોગની તૈયારી કરી હતી. અયોધ્યા મામલે ઉકેલ જ ન આવે તે માટે કોંગ્રેસના વકીલ સુપ્રીમમાં ગયા હતા. કોંગ્રેસનો આ રવૈયો આપણે ભુલવાનો નથી, બલ્કે વારંવાર યાદ કરાવવાનું છે કે કોંગ્રેસ કઇ રીતે દેશના વિકાસમાં રોડા નાખે છે.