ઉ.પ્ર.માં સપા-બસપાનું 50-50 ગઠબંધન

માયાવતી-અખિલેશે સંયુક્ત રીતે પત્રકારોને સંબોધ્યા: બન્ને પક્ષો 38-38 બેઠકો બદલ સહમત લખનઉ તા.12
ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી ના મહાગઠબંધન (ૠફિક્ષમ અહહશફક્ષભય)ની આજે અધિકારીક જાહેરાત કરવામાં આવશે. સપાના રાષ્ટ્રિ અધ્યક્ષ અખિલેશ યાદવ અને બસપા સુપ્રીમો માયાવતીએ પત્રકાર પરિષદ સંબોધી હતી. આ દરમિયાન સીટોની વહેંચણી અંગે મહત્વની જાહેરાત કરાઇ હતી. જો કે આ મહાગઠબંધનનો હિસ્સો રાષ્ટ્રીય લોકદળ, નિષાદ પાર્ટી, પીસ પાર્ટી સહિત અને નાના દળ બને તેવી શક્યતા છે. બસના સુપ્રીમો માયાવતીએ કહ્યું કે, સપા અને બસપા ગઠબંધન સ્થાયી છે. 2019માં જ નહી પરંતુ 2022ની લોકસભા ચૂંટણી પણ સાથે જ લડાશું. ત્યાર બાદની ચૂંટણી પણ અમે સાથે જ લડીશું. આ એક અતુટ ગઠબંધન છે. જેને તોડવું અશક્ય છે.
સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે, સમગ્ર દેશમાં અરાજકતાનું વાતાવરણ છે. પ્રદેશમાં ભુખમરો અને ગરીબી ચરમ પર છે. ભાજપ ધર્મનાં નામે રાજનીતિ કરી રહ્યા છે. ભાજપનાં રાજમાં દરેક વ્યક્તિ પરેશાન છે સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે,
માયાવતી પર ભાજપ નેતાઓએ અશોભનીય ટિપ્પણીઓ કરી. આ નેતાઓની વિરુદ્ધ કોઇ કાર્યવાહી નથી કરવામાં આવી. હું જણાવવા માંગીશ કે માયાવતીજીનું સન્માન મારૂ સન્માન છે. તેમનું અપમાન મારૂ અપમાન છે.
બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું કે, સપા અને બસપા 38-38 સીટો પર ચૂંટણી લડશે. કોંગ્રેસ માટે રાયબરેલી અને અમેઠી સીટ છોડી દેવામાં આવી છે. તે ઉપરાંત બાકી બે સીટો પોતાનાં સહયોગીઓ માટે છોડવામાં આવી છે. માટે કુલ 80 પૈકી 76 સીટો પર સપા અને બસપા પોતાનાં ઉમેદવારોને ઉતારશે
કોંગ્રેસના ગઠબંધન નહી કરવાનાં સવાલ અંગે બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું કે, આઝાદીના લાંબા સમય સુધી દેશ અને મોટા ભાગના રાજ્યો પર કોંગ્રેસે રાજ કર્યું. કોંગ્રેસનાં શાસનકાળમાં ગરીબી, ભ્રષ્ટાચાર વધ્યો છે. કોંગ્રેસ અને ભાજપની વિચારસરણી તથા કાર્યશૈલી એક જેવી જોવા મળે છે. સંરક્ષણ સોદાની ખરીદીમાં આ બંન્ને સરકારોએ જબરદસ્ત ગોટાળા કર્યા છે.
બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું કે, ભાજપે બેઇમાનીથી સરકાર બનાવી છે. જનવિરોધીઓને સત્તામાં આવતા અટકાવો. ભાજપની અહંકારી સરકારથી લોકો પરેશાન છે. જે રીતે આપણે મળીને પેટાચૂંટણીમાં ભાજપને હરાવ્યા છે, તે જ પ્રકારે અમે લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવીશું.
------------