અમિત શાહને ભાજપના ત્રીજીવાર અધ્યક્ષ બનાવાશેJanuary 12, 2019


નવી દિલ્હી તા,12
ભાજપે હવે 2019માં લોકસભાની ચૂંટણી જીતવાની તડામાર તૈયારમાં જોડાઈ ગયો છે. અત્યારે દિલ્હીના રામલીલા મેદાનમાં તેમની બે દિવસની રાષ્ટ્રીય પરિષદની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં ભાગ લેવા ભારતના બધા જ વરિષ્ઠ નેતા પહોંચ્યા હતા. હવે અમિત શાહનો ભાજપના અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ આ મહિને પુરો થવાનો છે ત્યારે ત્રીજી વાર તેમણે આ પદ પર નિયુક્ત
કરવાની કવાયત ચાલુ થઇ ગઇ છે. પરંતુ આવું કરવા માટે ભાજપે બંધારણમાં ફેરફાર કરવો પડશે.
ભાજપની આ બેઠકમાં વડાપ્રધાન મોદીથી લઇને પાર્ટીના અગ્રણી નેતાઓ સહિત 10 હજાર કાર્યકર્તાઓ શામેલ થયા છે. નરેન્દ્ર મોદી આ વખતે પણ ભાજપનો ચહેરો છે તો પાર્ટીની સંપૂર્ણ કમાન અમિત શાહના હાથમાં છે. લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપ પાર્ટીના ચાણક્ય અમિત શાહની રણનીતિ પર ખાસ્સો મદાર રાખી રહી છે. અમિત શાહનો કાર્યકાળ 26 જાન્યુઆરીએ પુરો થવા જઇ રહ્યો છે.
2014ની ચૂંટણી યોજાઈ ત્યારે રાજનાથસિંહ પાર્ટીના અધ્યક્ષ હતા. ભાજપ પ્રચંડ બહુમતી સાથે જીત્યો બાદ સિંહને ગૃહમંત્રી બનાવી દેવાયા હતા અને પાર્ટીની કમાન અમિત શાહને સોંપવામાં આવી હતી. શાહે રાજનાથ સિંહના બાકી બચેલા 2 વર્ષનો કાર્યકાળ પુરો કર્યો પછી ફરી જાન્યુઆરી 2016માં ફરી તેમની અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી. હવે જાન્યુઆરી 2019માં તેમની ટર્મ પુરી થઇ રહી છે.
રસપ્રદ વાત એ છેકે ભાજપના બંધારણ અનુસાર એક વ્યક્તિ બે જ કાર્યકાળ માટે પાર્ટીની અધ્યક્ષ બની શકે છે. 2019 પછી ભાજપે નક્કી કરવું પઢશે કે તે કોને પાર્ટીની કમાન સોંપશે. આવામાં જો અમિત શાહને ફરી અધ્યક્ષ બનાવવામાં આવે તો પાર્ટીએ પોતાના બંધારણમાં ફેરફાર કરવો પડશે. ભાજપના બંધારણ મુજબ પાર્ટીઓ અધ્યક્ષ એ જ બની શકે જે 15 કે વધુ વર્ષથી પાર્ટીનો સભ્ય હોય.
ભાજપના બંધારણમાં એ પણ લખેલું છે કે સિલેકશન ટીમમાંથી 20 સભ્ય અધ્યક્ષના નામનો પ્રસ્તાવ મૂકી શકે છે. આ સંયુક્ત પ્રસ્તાવ એવા પાંચ પ્રદેશમાંથી આવવા જોઇએ જ્યાં ચૂંટણી પૂરી થઇ ગઇ હોય. આ સાથે જ નામાંકન પત્ર પર ઉમેદવારની સ્વીકૃતિ જરૂરી છે.
--------------