પેપર ફાડી નાખીને કાઢી મૂકાતા વિદ્યાર્થીનો આપઘાતJanuary 12, 2019

 અમદાવાદની શાળા પર મૃતકના
પિતાના આક્ષેપ
અમદાવાદ તા.12
અમદાવાદમાં હાટકેશ્વર પોલીસ ચોકી નજીક આવેલી સેન્ટ જોસેફ સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતા 14 વર્ષીય સિદ્ધેશ સાવંત નામના વિદ્યાર્થીએ કરેલી આત્મહત્યામાં નવો વળાંક આવ્યો છે. વિદ્યાર્થીના પિતા હેમંત સાવંતે તેમના બાળકે ગળે ફાંસો ખાઇને કરેલી આત્મહત્યા પાછળ સેન્ટ જોસેફ સ્કૂલને જવાબદાર ઠેરાવી છે.
હેમંત સાવંતે જણાવ્યું હતું કે, શાળા દ્વારા 30 માર્કની પરીક્ષા લેવાઇ રહી હતી. ત્યારે પરીક્ષાખંડમાં ઉપસ્થિત શિક્ષિકા સ્નેહલબેન દ્વારા તેને સાહિત્યમાંથી કોપી કરતો હોવાના આરોપ સાથે પકડીને તનું પેપર ફાડી નાખવામાં આવ્યું હતું. સાથે જ ક્લાસની બહાર કાઢી દેવાયો હતો. પેપર આપવા ન દેવાતા બાળકને માઠું લાગતા આત્મહત્યા કર્યા હોવાનું કહી શાળા પર આક્ષેપ કર્યો હતો.
આ સાથે તેના ક્લાસમાં ઉપસ્થિત અન્ય વિદ્યાર્થીએ કહ્યું હતું કે શિક્ષિકા સ્નેહલતા ભટ્ટ દ્વારા પરીક્ષા દરમિયાન સિદ્ધેશ અને અન્ય એક વિદ્યાર્થીને કોપી કરતા ઝડપી બહાર કાઢવામાં આવ્યા હતા. શાળાના પ્રિન્સીપાલ દ્વારા પેપર ફાડી નાખવામાં આવ્યું હતું. ત્યારબાદ સિદ્ધેશને પરીક્ષા આપવા દેવાઇ ન હતી. પરંતુ અન્ય વિદ્યાર્થીને પરીક્ષા આપવા દેવાઇ હતી. સેન્ટ જોસેફ સ્કૂલના પ્રિન્સીપાલ નોરીન જોસેફ અને આત્મહત્યા કરનાર વિદ્યાર્થી સિદ્ધેશ સાવંતને કોપી કરતા પકડનાર શિક્ષિકા સ્નેહલતા ભટ્ટ દ્વારા હેમંત સાવંતે કરેલા આરોપોને નિરાધાર ગણાવ્યા હતા.
પ્રિન્સીપાલે ઉમેર્યું કે સિદ્ધેશ અચાનક જ સ્કૂલથી ચાલ્યો ગયો હતો, જેને કારણે તેને પરીક્ષામાં ફરી તેઓ બેસાડી શક્યા ન હતા.