ગાદી જાળવી રાખવા મોદીના ‘સુપર સિક્સ’

 ખેડૂતોને રોકડ સહાય સવર્ણોને અનામત અને જીએસટીમાં રાહત જેવા પગલાંથી પ્રજાને આશા
નવી દિલ્હી તા.12
ત્રણ રાજ્યોમાં હાથ લાગેલા પરાજય બાદ અને આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્રમાં સત્તાધીન મોદી સરકારે ખેડૂતો, નાના વ્યાપારીઓ અને ગરીબોને પોતાના પક્ષમાં કરવા માટે અનેક યોજનાઓ જાહેર કરી છે. કેન્દ્રના આ પગલાથી એશિયાના ત્રીજા સૌથી મોટા અર્થતંત્રને ઝાટકો પણ લાગી શકે છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સત્તારૂઢ ભાજપ સરકાર રાજકોષીય ખાધને જીડીપીના 3.3 ટકાની મર્યાદામાં રાખવા માટે અગાઉથી જ તનતોડ મહેનત કરી રહી છે.
સૌથી મોટી વાત એ છે કે, આ પ્રકારની સ્થિતિની હોવા છતાંયે મોદી સરકારે મે મહિનાની આસપાસ યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા અને ત્યાર બાદ લોભામણી જાહેરાતો કરવાનો વાયદો કરી ચુકી છે.
હવે નીચેના 6 પગલા મોદીને 2019માં દિલ્હીનો કિલ્લો સર કરાવી શકે છે કેન્દ્ર સરકારે 10 જાન્યુઆરીએ નેશનલ સેલ્સ ટેક્સ નિયમોમાં ફેરફારની જાહેરાત કરી છે, જેનાથી 20 લાખ નાના વ્યાપારીઓને ટેક્ષ આપવામાંથી મુક્તિ મળશે. આ નિર્ણયનો અમલ આગામી એપ્રીલ થી શરૂ થશે સરકારી સૂત્રો પ્રમાણે, મોદી સરકાર પાકની ઓછી કિંમતના કારણે નુકશાન વેઠી રહેલા ખેડૂતોને રાહત પેકેજ આપવા માટે ત્રણ વિકલ્પો તપાસી રહી છે. જેના પર ત્રણ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ આવી શકે છે. આ વિકલ્પોમાં જમીનનો માલિકી હક ધરાવતા ખેડૂતોને નુંકશાનની સીધી ભરપાઈ કરવી, સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી કિંમતો અનાજ વેચનારા ખેડૂતોને વળતર અને એક દેવા માફ કરવાના વિકલ્પનો સમાવેશ થાય છે. સંસદમાં બુધવારે એક ઐતિહાસીક ખરડો પસાર કરવામાં આવ્યો, જેમાં ગરીબ સુવર્ણોને 10 ટકા અનામત આપવાની જોગવાઈ છે.
ભાજપ દ્વારા લાવવામાં આવેલા આ સંવિધાન સંશોધન બિલ પ્રમાણે વાર્ષિક આઠ લાખથી ઓછી આવક ધરાવતા અને પાંચ એકર કરતા ઓછી જમીન ધરાવતા સવર્ણોને અનામત મેળવવાના હકદાર રહેશે. ડુંગળીની કિંમતોમાં ભારે ઘટાડો નોંધાયા બાદ કેન્દ્ર સરકારે 28 ડિસેમ્બરે ડૂંગળીના ખેડૂતોને નિકાસ પ્રોત્સાહન બમણું કરી 10 ટકા કરી દીધું છે. નિકાસ પ્રોત્સાહન કાર્યક્રમથી ખેડૂતોને
સરકાર દ્વારા ક્રેડિટ મળે છે, જેનો ઉપયોગ તે જુદા જુદા પ્રકારના ટેક્ષની ચૂકવણીમાં કરી શકશે.