જામનગરના શાંતિનગરમાંથી દારૂની 132 બોટલ ઝડપાઇ

  • જામનગરના શાંતિનગરમાંથી દારૂની 132 બોટલ ઝડપાઇ

પોલીસે 66 હજારનો
મુદ્દામાલ કબજે કર્યો
જામનગર : જામનગર જિલ્લામાં દારૂ જુગારની બદી નાબુદ કરવા પોલીસ અધિક્ષક શરદ સીંઘલની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક એ.પી. જાડેજા તથા ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર વી.એસ.લાંબાના માર્ગદર્શન મુજબ સીટી બી.ઓ.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હેડ કોન્સ. ચંદ્રવિજયસિંહ ઝાલા તથા હિતેન્દ્રસિંહ જાડેજા, કિશોરભાઇ પરમારને બાતમી મળેલ કે શાંતિનગર-1 ના છેડે રહેતા હિતેન્દ્રસિંહ કલુભા રાઠોડ પોતાના રહેણાક મકાને અંગ્રેજી દારૂનો જથ્થો રાખેલ છે. જે હકીકત આધારે રેઈડ કરતા આરોપી હીતેન્દ્રસિંહ ઉર્ફે હિતયો કલુભા રાઠોડ ઘરે હાજરી મળી આવેલ નહી અને તેના મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-132 કિ. આ. 66000/-નો મુદામાલ રેઈડ દરમ્યાન પકડી પાડેલ અને આરોપીને શોધી કાઢવા તજવીજ ચાલુ છે.
આ કામગીરીમાં ઈન્ચાર્જ પોલીસ ઈન્સ. વી.એસ. લાંબા તથા પો.હેડ કોન્સ. હરેન્દ્રસિંહ જાડેજા, ચંદ્રવિજયસિંહ ઝાલા, પોલીસ કોન્સ. જોગીન્દ્રસિંહ ચૌહાણ, હિતેન્દ્રસિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર, અમીતભાઇ નિમાવત તથા ભુપતભાઇ પાટડીયા દ્વારા કરવામાં આવેલ છે.