જૂનાગઢ : 336 બોટલ દારૂ સાથે શખ્સ ઝડપાયોJanuary 12, 2019

 ઈનોવા, મોબાઈલ સહિત 6.40 લાખનો મુદ્દામાલ જપ્ત
જૂનાગઢ તા,12
જૂનાગઢમાં યોગેશ્ર્વર નગરમાંથી પોલીસ 336 વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. આરઆરસેલના પોલીસ સબ ઈન્સ્પેકટર ડી.બી.પીઠીયા તથા સ્ટાફનાને ખાનગી રાહે બાતમી મળેલ કે જૂનાગઢ ફાર્મસી ફાટક પાછળ અગ્રાવતના દવાખાના પાસે યોગેશ્વર નગરમાં શાહનવાઝ ઉર્ફે શાહુ તથા તેના માણસો ઈનોવા કારમાંથી ઈંગ્લીશ દારૂની હેરવાણી ફેરવાણી કરે છે અને હાલ તેની પ્રવૃતિ ચાલુ છે. જેથી ઉપરોકત બાતમીઇના સ્થળે રેઈડ કરતા ઈંગ્લીશ દા અની બોટલ નંગ 336, પેટી-28 કિં. રૂા. 140160 તથા મોબાઈલ ફોન 1 કિ. રૂા. 500 તથા ઈનોવા કાર નંબર જીજે3 ડીએન 9209 કિ. રૂા. 500000 મળી કુલ રૂા. 640600નો મુદામાલ સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ આરોપી મોઈન ઉર્ફે ભગો નુરમહમદ બ્લોચ રહે. મારુતિનગર જૂનાગઢ વાળો ઝડપાઈ ગયેલ, જયારે નાસી જનાર શાહનવાઝ ઉર્ફે શાહ હનિફભાઇ બ્લોચ રહે. નંદનવન રોડ, સમીર હનીફભાઇ બ્લોચ રહે. નંદનવન રોડ, શાહરુખ ઉર્ફે મુકરી રફીકભાઇ બ્લોચ રહે. નરસીંહ મહેતાના ચોરા સામે હાજરી નહી મળી આવેલ મુનીર કાળુભાઇ બ્લોચ રહે. નિચલા દાતાર જૂનાગઢ વાળો વિરુધ્ધ જૂનાગઢ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.