ખૂંખાર પ્રાણીઓ સાથે સેલ્ફી લેતી ‘ગીરની સિંહણ’January 12, 2019

સાસણમાં ફરજ બજાવતા મહિલા ફોરેસ્ટર રસિલા વાઢેર પોતાના અનોખા શોખના કારણે આજકાલ સોશિયલ મીડિયા પર લોકપ્રિય બની રહ્યા છે. ખતરનાક પ્રાણીઓ સાથે સેલ્ફી લઇ તેઓ સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે. રશિલા વાઢેર સાસણના નોર્મલ રેન્જમાં ફરજ બજાવે છે અને તેમની વિશેષ કામગીરીના કારણે મુખ્યમંત્રીના હસ્તે એક એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. રશિલા વાઢેરને નવા નવા પશુ પક્ષીઓ સાથે ફોટા પડાવવાનો શોખ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે તેમના સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં તેમના આવા ઘણા ફોટાઓ જોવા મળ્યા છે. રશિલા વાઢેર ક્યારેક સિંહના બચ્ચાં સાથે જોવા મળે છે, તો ક્યારેક હરણના બચ્ચાં સાથે જોવા મળે છે. મહાકાય અજગર અને નાના પક્ષી સાથે પણ તેમના ફોટાઓ સોશિયલ મીડિયા પર જોવા મળે છે. આ શોખના કારણે તેમણે સિંહ સાથે સેલ્ફી પાડી અને સોશિયલ મીડિયામાં લોકપ્રિય બન્યા છે. જો કે, વિવાદથી રશિલા વાઢેરે પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટ પરથી આ સિંહ સાથેની સેલ્ફી હટાવી દીધી હતી.