સરકારી ‘ભૂખમરા’થી 12 ગાયનાં મોત

  • સરકારી ‘ભૂખમરા’થી 12 ગાયનાં મોત
  • સરકારી ‘ભૂખમરા’થી 12 ગાયનાં મોત
  • સરકારી ‘ભૂખમરા’થી 12 ગાયનાં મોત

 અછતનાં ફોર્મ ભર્યાને દોઢ મહિનો વિત્યો છતાં સહાય નહીં મળતા ગાયો મોતનાં શરણે
વઢવાણ તા.12
પાટડીને અછતગ્રસ્ત તાલુકો જાહેર થયો પણ ઘાસનુય વિતરણ થયું નથી તેવામાં પાટડી તાલુકાના સુરેલ ગામે ભુખમરાથી અઠવાડીયામાં 12 થી વધુ ગાયોના મોત થતા જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે.
પાટડી તાલુકાને 1લી ડીસેમ્બરે અછતગ્રસ્ત જાહેર કરેલ છે. પશૂપાલકોને ઘાસ વિતરણ કરવાનું હજુ પણ રણકાંઠાના છેવાડાના ગામ સુધી ઘાસનો જથ્થો પહોચ્યો નહિ
આથી સુરેલ ગામ અને વિસનગરમાં કરોડાના ખર્ચે પાઈપલાઈન નાખવા છતા પાણી પહોચ્યુ નહિ અને પાણીની સમસ્યા બની છે. ત્યારે સુરેલ ગામના અને માલધારી સમાજની 10 થી વધુ ગાયોના મોત છેલ્લા એક અઠવાડીયામાં થયેલ.
સુરેલમા વરસોથી પશુઓની સંભાળ રાખતા કનુભાઈ ગઢવી સરપંચ કાંતાબેન ઠાકોરે જણાવ્યું કે સરકારે અછતગ્રસ્ત તાલુકો જાહેર કર્યો ઘાસના ફોર્મ ભરાયાને દોઢ મહિનો વિત્યો પણ સુરેલ ગામે ઘાસ ચારો હજુ પહોચ્યો નથી.
આથી એક અઠવાડીયામાં 12 ગાયોના મોત થયેલ છે. જીલ્લા પંચાયતના સદસ્ય તખુભા ઝાલાએ ઉપર સુધી રજૂઆત ગાંધીનગર કરેલ છે. કે સરકારે ભલે ઘાસ મોકલ્યું પણ અમારા સુધી હજુ પહોચ્યું નથી.