કચ્છમાં કમોસમી વરસાદની આગાહી, ઠંડીનો નવો રાઉન્ડ આવશે

 રાજસ્થાનમાં સર્જાયુ ઇન્ડ્યુસ સાયક્લોનિક સર્કયુલેશન: સવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ઝાકળવર્ષાથી ભીંજાયું
રાજકોટ તા.12
રાજસ્થાન ઉપર સર્જાયેલા ઇન્ડયુસ સાયક્લોન સરક્યુલેશનનાં કારણે સૌરાષ્ટ્રનાં વાતાવરણમાં જબરા ફેરફાર જોવા મળ્યા છે. આજે સવારે રાજકોટ, પોરબંદર, વેરાવળ, દ્વારકા, ઓખા સહિતનાં વિસ્તારોમાં ઝાંકળવર્ષા જોવા મળી હતી. હવામાન વિભાગે એર સરક્યુલેશનનાં કારણે કચ્છનાં અમુક સ્થળોએ તથા સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ થવાની શક્યતા દર્શાવી છે. જેના પરિણામે આજથી ફરી વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું છે. દરમિયાન વાદરછાયા વાતાવરણના કારણે ઠંડીમાં ફરી ઘટાડો જોવા મળ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં સરેરાશ તાપમાન ત્રણ ડીગ્રી ઉચકાયું છે. નલિયામાં પારો ફરી 14
ડિગ્રીએ પહોંચી ગયો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં મુખ્ય સેન્ટરોમાં આજનાં મિનિમમ તાપમાન પર નજર કરીએ તો રાજકોટમાં 15 ડીગ્રી, ભાવનગરમાં ડીગ્રી, પોરબંદર 17 ડીગ્રી, વેરાવળ 16.4 ડીગ્રી, દ્વારકા 19 ડીગ્રી, ઓખા 21 ડીગ્રી, ભુજ 16.4 ડીગ્રી, નલિયા 14 ડીગ્રી, સુરેન્દ્રનગર 13.5 ડીગ્રી, ન્યુ કંડલા 16.5 ડીગ્રી, કંડલા એરપોર્ટ 15 ડીગ્રી, દીવ 10.5 ડીગ્રી, તાપમાન નોંધાયુ છે.
ગઇકાલે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં 8 થી 10 કીમીની ઝડપે પવન ફુંકાતો હતો જે આગામી બે દિવસમાં ઘટીને 6 થી 8 કીમી પ્રતિ કલાક થવાની શક્યતા હોય હજુ ઠંડી ઘટવાની શક્યતા છે. હવામાં ભેજનાં પ્રમાણમાં વધારો થયો છે.
ગુજરાતમાં ઉત્તરાયણના દિવસે પ્રતિ કલાક 20થી 25 કિમીની ઝડપે પવન ફુંકાવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે આગામી બે દિવસમાં કચ્છ સહિત રાજ્યના અન્ય શહેરો-નગરોમાં કમોસમી વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે. જેથી ઠંડી વધવાની શકયતા છે.
ગુજરાતમાં કડકડતી ઠંડીમાં લોકો ઠુંઠવાઈ રહ્યં છે. ઉત્તર ભારતમાં બર્ફીલા વાતાવરણને કારણે પહેલાથી જ ગુજરાતમાં હાર્ડ થીજવતી ઠંડી પડી રહી છે. ત્યારે આગામી બે દિવસમાં રાજ્યમાં કચ્છ સહિતના શહેરો-નગરોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાનમાં ઈન્ડયુસ સાયકલોનિક સરક્યુલેશન સર્જાઈ શકે છે, જેના કારણે કચ્છમાં હળવો વરસાદ પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં કમોસમી વરસાદની શખયતાને પગલે રાજ્યમાં ઠંડીમાં વધારો થશે.