મુખ્યમંત્રી ઉત્તરાયણની રાજકોટમાં કરશે ઉજવણી

  • મુખ્યમંત્રી ઉત્તરાયણની  રાજકોટમાં કરશે ઉજવણી

 વ્હીલ ઓન વિઝડમની બસને ફ્લેગ ઓફ આપશે
રાજકોટ તા.12
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પોતાના હોમટાઉન રાજકોટમાં ઉતરાયણ પર્વની ઉજવણી કરનાર છે. તેઓ બે દિવસ રાજકોટમાં મુકામ કરનાર હોય વહિવટી અને પોલીસતંત્રમાં દોડધામ મચી છે.
ઉતરાયણના પર્વ નિમિતે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી રાજકોટ શહેરમાં આજે 3:40 કલાકે રાજકોટ એરપોર્ટ ખાતે આગમન કરશે.
ત્યારબાદ વ્હીલ ઓન વિઝડમ ની બસની ફ્લેગ ઓફ કાર્યક્રમમાં ભાગ લેશે. કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ સાંજે 4 કલાક થી સર્કીટ હાઉસ રાજકોટ ખાતે અનામત રહેશે તેમજ રાત્રી રોકાણ સર્કીટ હાઉસ, રાજકોટ રહેશે. તા.15/1/18ના રોજ સવારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સવારે 8 કલાકે ગાંધીનગર જવા માટે રાજકોટ એરપોર્ટથી જવા રવાના થશે.