H-1B વિઝામાં ફેરફારથી મહત્તમ લાભ થશે ભારતનેJanuary 12, 2019

વોશિંગ્ટન તા.12
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ઘોષણા કરી હતી કે એચ-વનબી વિઝા પ્રોગ્રામમાં ઘણા ફેરફાર કરવામાં આવી રહ્યા છે જેમાં સૌથી વધુ લાભ ભારતીય આઇટી વ્યવસાયિકો અને
ભારતીય આઇટી કંપનીઓને થશે. નવો અભિગમ સરળતા અને નિશ્ર્ચિતતા લાવશે અને તેને કારણે નાગરિકત્વ મેળવવાનો માર્ગ સરળ બનશે.
એચ-1બી વિઝા અમેરિકન કંપનીઓને એવા વિશેષ વ્યવસાયમાં વિદેશી કર્મચારીને રોજગારી આપવાની છૂટ આપે છે જેમાં ટેક્નિકલ અથવા સૈદ્ધાંતિક કુશળતાની જરૂર હોય. જ્યારથી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શાસન ધૂરા સંભાળી છે અને બાય અમેરિકા, હાયર અમેરિકા અર્થાત અમેરિકન ઉત્પાદનો ખરીદો, અમેરિકનોને નોકરી પર રાખોની નીતિ અપનાવી છે ત્યારથી એચ-વનબી વિઝા પ્રોગ્રામ પર ઘણું દબાણ
આવ્યું છે. અમેરિકાના એચ-વનબી વિઝાધારકો નિશ્ર્ચિત રહે. નવા સુધારા આવી રહ્યા છે, જેમા ંરોકાણ માટેની સરળતા અને નિશ્ર્ચિતતા હશે અને જેને કારણે અમેરિકન નાગરિકત્વનો તમારો પ્રયાસ સરળ બનશે, એમ ટ્રમ્પે ટવિટર પર લખ્યું હતું અને જણાવ્યું હતું કે તેઓ પ્રતિભાશાળી અને અત્યંત કુશળ લોકોને અમેરિકામાં કારકિર્દીનો વિકલ્પ આપવા માગે છે. જોકે ટ્રમ્પે વીઝા પ્રોગ્રામમાં શું ફેરફાર કરવામાં આવશે અને કેટલા સમયમાં ફેરફાર કરવામાં આવશે તે અંગે કોઇ ફોડ નહોતો પાડ્યો.
ટ્રમ્પનું આ ટવીટ ભારતીયો અને ખાસ કરીને આઇટી વ્યવસાયિકો માટે મોટી રાહતના સમાચાર છે. અત્યારે તેમણે ગ્રીન કાર્ડ મેળવવા કે કાયમી વસવાટની પરમિટ માટે દાયકા સુધી રાહ જોવી પડે છે.
તાજેતરના સમયમાં અમેરિકામાં સ્થળાંતરને કારણે પડતા દબાણને ઘટાડવા માટે યોગ્યતાને આધારે ઇમિગ્રેશન આપવાની વાતો થાય છે. પ્રતિભાશાળી અને અત્યંત કુશળ લોકોને અમેરિકામાં કારકિર્દીનો વિકલ્પ