તારક મહેતા...ની ટીમનો પતંગોત્સવ

પોપ્યુલર ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં હવે ઉતરાયણના એપિસોડ શરૂ થવાના છે. આગામી એપિસોડમાં જેઠલાલ દિલીપ જોશી) ગોકુલધામવાસીઓને જોરદાર સરપ્રાઈજ આપવાની વાત કરે છે. આગામી એપિસોડમાં જોવા મળશે કે જેઠાલાલ ગોકુલધામવાસીઓને વડોદરા આવવાનું આમંત્રણ આપે છે અને ત્યાંથી તમામને સ્ટેચ્યૂ ઓફ યુનિટી લઇ જાય છે. કેવડીયા ખાતે સરદાર પટેલની વિશાળ પ્રતિમા સામે કલાકરોએ પતંગબાજીની મજા લીધી અને શોનું શુટીંગ કર્યુ. આ એપિસોડમાં ઘણા વિદેશીઓ પણ અહીં પતંગ ઉઠાવતા જોવા મળશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે શોનું શુટીંગ કરવા પહોંચેલા કલાકારોએ અહીં આવવાનો અનુભવ શેર કર્યો. આત્મારામ તુકારામ ભીડેનું પાત્ર ભજવતા મંદાર ચંદવરકરે કહ્યું નરેન્દ્ર મોદીજીએ તનૈયાર કરાવેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણા માટે ગર્વની બાબત છે. અહીં આવીને હું ગૌરવ અનુભવું છું. પોપટલાલનું પાત્ર ભગવતા એક્ટર શ્યામ પાઠકે કહ્યું ખુબ સુંદર અનુભવ રહ્યો. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પહેલો ટીવી શો છે જેનું શુટીંગ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર થયું છે. જેઠલાલ સૌને લઇને સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચે છે. ત્યારે આખું ગોકુલધામ સરદાર પટેલની વિશાળ પ્રતિમાને જોઇને અવચાક થઇ જાય છે. દિલીપ જોશીએ કહ્યું કે અમે સૌ ખુબ ખુશ હતા. શુટીંગ કરતી વખતે ત્યાં ભીડ એકઠી થઇ હતી. પરંતુ અંતમાં બધું જ સારી રીતે પાર પડ્યું. શોના પ્રોડ્યુસર આસિત કુમાર મોદીએ કહ્યું, અમ્બીકા રંજકંરે (કોમલ હાથીનું પાત્ર ભજવતી અભિનેત્રી) અમેરીકાનું સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી જોયું છે અને ભારતમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રત્યે લોકોનો ઉહાપોહ, ભાઇચારો અને ગર્વ જોઇને અમ્બીકાને ખુબ ખુશી થઇછે. એટલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના આગામી એપીસોડ ખુબ મજેદાર રહેવાના તે નક્કી છે.