યે મુલાકાત ઈક બહાના હૈ... ચૂનાવી સિલસિલા બઢાના હૈ!

નવી દિલ્હી તા.12
ગુરુવારે સવારે દિલ્હીમાં બોલિવુડના કેટલાંક જાણીતા કલાકારોની વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતની તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ.
ફિલ્મ ઇન્ડસ્ટ્રિસના લોકો ઉપરાંત વડા પ્રધાને પણ આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો, જેને અત્યાર સુધી 22 લાખ લોકો લાઇક કરી ચૂક્યા છે.
પણ આ જ ફોટોની એક નકલ પણ શેર થઈ રહી છે જેમાં બોલિવુડ કલાકારોના માથા પર જય શ્રી રામ લખેલી પટ્ટી જોવા મળે છે.
ફેસ બુક પર અનેક મોટા ક્લોઝ્ડ ગ્રૂપમાં અને વ્હોટ્સેપ પર આ તસવીર એવા દાવા સાથે પોસ્ટ થઈ રહી છે કે બોલિવુડના લોકોએ પીએમ મોદી સામે અયોધ્યામાં રામ મંદિર બનાવવાની માગ મૂકી. કેટલાક લોકોએ ટ્ટિટર અને ફેસ બુક પર બોલિવુડના આ પ્રતિનિધિ મંડળમાં એક પણ ખાન કલાકાર ન હોવા પર અચરજ પ્રગટ કર્યુ તો કેટલાક
લોકોએ કહ્યું કે રામ મંદિર પર ચર્ચા માટે ફક્ત હિંદુ કલાકારોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું.