કેન્સર સર્જરી બાદ વધુ ‘રોશન’ જણાયા રાકેશજીJanuary 12, 2019

મુંબઇ તા.12
ઋતિક રોશને જ્યારે 10 જાન્યુઆરીએ પોતાનો 45મો બર્થ-ડે મનાવ્યો ત્યારે ક્યાંય કેક કાપી નહોતી, પરંતુ ઋતિક સીધો પોતાના પિતાની પાસે હોસ્પિટલ પહોંચ્યો હતો, જ્યાં આખા પરિવારે ડબલ સેલીબ્રેશન કર્યું હતું. પહેલું સેલિબ્રેશન ઋતિકનો બર્થડે અને તેના કરતા પણ મોટું સેલીબ્રેશન હતું રાકેશ રોશનના ગળાનું સક્સેસ કેન્સર સર્જરીનું.
પોસ્ટ કરવામાં આવેલી તસવીરોની ખાસ વાત એ છે કે રાકેશ રોશન કોઇ બેડ પર સૂતેલા નથી, તેઓ સેલિબ્રેશનમાં સામેલ થયા નહોતા પરંતુ તેમને જોઇને લાગી રહ્યું હતું કે સર્જરી તો બાદમાં તે કેન્સરને પહેલાથી જ પોતાના આત્મવિશ્વાસથી હરાવી ચૂક્યા હોય. રાકેશ રોશનના નાકમાં નળી નજરે પડી રહી છે, પરંતુ ત્યારે પણ રાકેશનો આત્મવિશ્વાસ જોવા જેવો છે, તે ફેમિલીની સાથે ફોટો પડાવવા માટે પુરી એનર્જી સાથે ઉભા છે.
ઋતિકની બર્થડે સેલિબ્રેશનની અમુક તસવીરો ઋતિક રોશન અને તેમની માતા પિંકી રોશને પોતાના સોશિયલ મીડિયા વોલ પર શેર કરી છે. સામે આવેલી તસવીરોમાં ઋતિક, તેના પિતા રાકેશ રોશન, માતા પિંકી રોશન સિવાય કાકા રાજેશ રોશન સહિત આખા પરિવારના અમુક લોકો દેખાઇ રહ્યા છે.