‘કાનપુરવાલે ખુરાના’નું ટૂંક સમયમાં શટર ડાઉન થઇ જશે

  • ‘કાનપુરવાલે ખુરાના’નું  ટૂંક સમયમાં શટર  ડાઉન થઇ જશે

મુંબઇ: કોમેડિયન સુનીલ ગ્રોવરનો સ્ટાર પ્લસ પર આવતો શો કાનપુરવાલે ખુરાના બંધ થવાનો છે. ડિસેમ્બર 2018માં શરૂ થયેલો આ શો ખૂબ જ ઓછા સમયમાં બંધ થઈ જવાનો છે. આટલા ઓછા સમયમાં શો બંધ થઈ રહ્યો છે તે વિશે સવાલ પુછાતા સુનીલ ગ્રોવરે જણાવ્યું હતું કે આ શો મારા કારણે જ બંધ થઈ રહ્યો છે. મને આ શોના માત્ર આઠ સપ્તાહ માટે જ સાઇન કરાયો હતો. મેં ફિલ્મ ભારત માટે પહેલાથી જ ડેટ ફાળવી દીધી હતી. તેથી મારે ભારતના શૂટિંગ માટે આ શોમાંથી બહાર નીકળવં જ પડશે. સુનીલ ગ્રોવરનો આ શો માત્ર 16 એપિસોડનો જ બનાવાયો હતો. સુનીલે ફિલ્મ ભારતનું આગામી શિડયૂલનું શૂટિંગ શરૂ કરી દીધું છે.