મકર સંક્રાંતિનું ધાર્મિક મહત્ત્વ તા.15નું રહેશે, સવારના 7.29થી બપોરે 1.56 સુધી અમૃત સિધ્ધિયોગJanuary 11, 2019

રાજકોટ તા.11
પોષ શુદ આઠમને સોમવાર તા.14-1-19ના રાત્રે 7.50 કલાકે સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે. આથી જયોતિષ અને પંચાગના નિયમ પ્રમાણે જો સૂર્ય દિવસ આથમ્યા પછી રાશિ બદલનો હોય તો સંક્રાંતિનું મહત્વ બીજા દિવશે ગણાય આથી આ ધાર્મિક રીતે મકરસંક્રાંતિનું મહત્વ તા.15-1-19ને મંગળવારનું રહેશે.
આ વર્ષ તા.14-1-19થી શાંકભરી નવરાત્રીનો પ્રારંભ થશે તથા તા.15-1-19ના મકરસંક્રાંતિનું દાન પુણ્યના મહત્વની સાથે આ દિવસે ભૈમ અશ્ર્વિની યોગ એટલે કે અમૃત સિધ્ધિયોગ પણ છે. જે દાન પુણ્ય માટે પુજા પાઠ માટે ઉત્તમ ગણવામાં આવે છે. તા.15-1ના અમૃતસિધ્ધિયોગ સવારના 7.29થી બપોરે 1.56 સુધી છે.
વિક્રમસંવત 2075 તથા ઈ.સ.2019ના મકરસંક્રાંતિનું ફળકથન તા.14-1-19ના રાત્રે 7.50 કલાકે સૂર્ય મકર રાશિમાં પ્રવેશતા કમુહર્તો પુરા થશે અને તા.15-1-19થી શુભકાર્યોની શરુઆત થશે. સંક્રાંતિ માટે એમ માનવામાં આવે છે કે જે-જે વસ્તુઓ અને વ્યક્તિઓ સાથે સંબંધ થાય તે મોંઘી થાય. પૂર્ણ મુહૂર્તની હોવાથી વરસાદ સારો પડે. સફેદ વસ્તુમાં દૂધ, ખાંડના ભાવ વધે. બાળકોની તકેદારી રાખવી જરૂરી બનશે.
દક્ષિણમાંથી આવી અને ઉત્તરમાં થાય છે. દ્રષ્ટિ ઈશાન ખૂણામાં છે. આથી ભારતમાં ઈશાન બાજુ જોતા ઉત્તર પ્રદેશ બાજુના લોકોની સુખાકારી વધે સાથે સાઉથ ભારતમાં પ્રગતિ થાય.
મંગળવારે તા.15/1/19ના દિવસે આખો દિવશ દાન પૂણ્ય માટે શ્રેષ્ટ છે. આ દિવસે ગાયોને ઘાસ ચારો નાખવો. સૂર્ય નારાયણને અદ્ય આપવું તર્પણ કરાવું મહાદેવજીને કાળા તલ ચડાવા શિવપુજન કરવું ફળદાયક છે.
- શાસ્ત્રી રાજદીપ જોષી સંક્રાંતિની વિગત ક્ષ વાહન : સિંહ
ક્ષ વસ્ત્ર : સફેદ
ક્ષ જાતી : દેવ
ક્ષ નશ્રત્ર નામ : ધ્વાંક્ષી
ક્ષ વય : બાલ્યા
ક્ષ અભુષણ : પ્રવાસ
ક્ષ કંચુકી : વિચિત્ર
ક્ષ આયુધ : બંધુક
ક્ષ મુખ : પશ્ર્ચિમ
ક્ષ ગમન : ઉત્તર
ક્ષ ઉપવાહન : ગજ
ક્ષ તિલક : કસ્તુરી
ક્ષ વરનામ : દવાંક્ષી
ક્ષ પુષ્પ : ચંપો
ક્ષ ભક્ષણ : અનાજ
ક્ષ પાત્ર : સોનુ
ક્ષ સ્થિતિ : બેઠેલી
ક્ષ આગમન : દક્ષિણ
ક્ષ દૃષ્ટિ : ઈશાન બારેય રાશિના લોકોએ દાનની વિગત સિંહ-ધન-મીન સફેદ તલ, ઘી, ખાંડ, રૂપાનું દાન, સફેદ કપડાનું દાન.
વૃષભ-ક્ધયા-મકર કાળુ કાપડ, કાળા તલ, સ્ટીલનું વાસણ
કર્ક-તુલા-કુંભ ઘઉં, ગોળ, લાલકાપડ, લાલતલ, ત્રાંબાનું વાસણ
મેષ-મિથુન-વૃશ્ર્ચિક ચણાની દાળ, પીળુ કાપડ, પિતળનું વાસણ સંક્રાંતિ દરમિયાન તલનું મહત્ત્વ વધુ ક્ષ તલ ખાવા ક્ષ તલના તેલનો શરીરે લેપ કરવો ક્ષ તલનો હોમ કરવો
ક્ષ તલનું દાન ક્ષ તલવાળું પાણી પીવું ક્ષ તલવાળા જળથી સ્નાન કરવું.
આ ઉપરાંત મકર સંક્રાંતિનું વિવિધ પ્રદેશોમાં મહત્ત્વ જોઈએ તો મહારાષ્ટ્રમાં આ દિવસે તીલ ગુળ નામનો હલવો એકબીજાને વહેચવાનો રીવાજ છે. ક્ષ દ. ભારતમાં આ દિવસે પોંગલ નામનો તહેવાર ઉજવવામાં આવે છે.
ક્ષ કલકતા પાસે ગંગાસાગર મકરસંક્રાંતિના દિવશે મેળો ભરાય છે અને લોકો સ્નાન કરે છે.
ક્ષ આ દિવસે સાત ધાન્યનો ખીચડો સાંજે બનાવીને જમવાનું મહત્વ છે.
ક્ષ આ દિવસે ગુપ્તદાનનું મહત્વ વધારે રહેલ છે. લોકો તલના લાડુમા વ્યવહારીક કાર્ય છુપાવીને તેનું દાન કરે છે.
ક્ષ આ દિવસે ગંગા નદીમાં હજારો લોકો તિર્થ સ્નાન કરી અને
પૂણ્ય મેળવશે.