વારાણસીમાં મોદી સામે SP,BSPનો ઉમેદવાર હાર્દિક?

  • વારાણસીમાં મોદી સામે SP,BSPનો ઉમેદવાર હાર્દિક?
  • વારાણસીમાં મોદી સામે SP,BSPનો ઉમેદવાર હાર્દિક?

લખનઉ તા.11
ઉત્તર પ્રદેશમાં સપા બસપાના સંભવિત ગઠબંધન વચ્ચે લોકસભા ચૂંટણીની તૈયારીઓ અંગે એક મોટા સમાચાર આવી રહ્યાં છે. આ ગઠબંધન પીએમ નરેન્દ્ર મોદીને વારાણસીમાં ઘેરવાની તૈયારી કરી રહ્યું છે. વારાણસીમાં એક મોટો રાજકીય સંદેશ આપવાની ગરજ હેઠળ સપા બસપા ગઠબંધન પોતાનો સયુંક્ત ઉમેદવાર મેદાનમાં ઉતારી શકે છે. જે અંગે સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ બંને પાર્ટીઓથી અલગ કોઈ મજબુત દાવેદાર પર દાવ લગાવી શકે છે.
આ જ કારણે સૂત્રોના જણાવ્યાં મુજબ ગુજરાતના પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલને વારાણસીથી ગઠબંધન તરફથી ઉમેદવાર બનાવવામાં આવી શકે છે.
યુપીમાં સપા બસપા ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે શનિવારે અખિલેશ યાદવ અને માયાવતી વચ્ચે મુલાકાત થશે. એવી અટકળો થઈ રહી છે કે આ બંને નેતાઓ મહાગઠબંધન અંગે ઔપચારિક જાહેરાત કરી શકે છે. કારણ કે આ બંને નેતા જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. આ માટે મીડિયાકર્મીઓને બપોરે 12 વાગે અહીંની હોટલ તાજમાં અખિલેશ અને માયાવતીની જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સને કવર કરવા માટે આમંત્રણ અપાયું છે. ખાસ વાત એ છે કે આમંત્રણ પર સપા તરફથી રાજેન્દ્ર ચૌધરી અને બીએસપી તરફથી સતીષચંદ્ર મિશ્રાના હસ્તાક્ષર છે.