2021માં 3 ભારતીય અંતરિક્ષમાં જશેJanuary 11, 2019

 ડિસેમ્બર-2021માં સમાનવ ‘યાન’ મોકલતો ભારત
બનશે ચોથો દેશ
નવી દિલ્હી તા,11
ઇસરોએ ગયા વર્ષની ઉપલબ્ધિઓ ગણાવતા આજે 2019ના લક્ષ્યો અને મહત્વકાંક્ષી ગગનયાન મિશનની તૈયારીઓ અંગે ઘણી વાતો કરી. આ મિશનની અંતર્ગત ત્રણ સભ્યવાળી ક્રૂ ઓછામાં ઓછા 7 દિવસ માટે અંતરિક્ષની યાત્રા પર જશે. તેના ફાઇનલ લોન્ચિંગ પહેલાં બે માનવ રહિત મિશન પણ અંતરિક્ષમાં મોકલાશે. મોદી સરકારે ગયા વર્ષે જ 10000 કરોડની મહત્વકાંક્ષી યોજનાને મંજૂરી આપી હતી. ઇસરો ચીફે સિવન એ પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન કહ્યું હતું કે ઇસરોની સૌથી મોટી પ્રાથમિકતા ગગનયાન છે. પહેલી ડેડલાઇન અનમેંડ મિશન માટે ડિસેમ્બર 2020 સુધીમાં નક્કી કરી છે. બીજી ડેડલાઇન અનમેંડ મિશન માટે જૂલાઇ 2021 નક્કી કરાઈ છે. પહેલાં માનવીય મિશન માટે ડિસેમ્બર 2021નો સમય નક્કી કરાયો છે.
અંતરિક્ષ પર માનવ મિશન મોકલનાર ભારત દુનિયાનો ચોથો દેશ હશે. ગગનયાન માટે શરૂઆતની ટ્રેનિંગ ભારતમાં થશે અને એડવાન્સ ટ્રેનિંગ રૂસમાં થઇ શકે છે. આ મિશનમાં મહિલા અંતરિક્ષયાત્રી પણ ટીમનો ભાગ હશે. અંતરિક્ષમાં માનવીય મિશન
માટે ઉચ્ચ ટેકનિકનો વિકાસ કરી લીધો છે. તેના અંતર્ગત અંતરિક્ષયાત્રી 7 દિવસ સુધી સ્પેસમાં રહેશે. ઇસરો પ્રમુખના સિવને 2018ની ઉપલબ્ધિઓ પણ ગણાવી. ગયા વર્ષે પીએસએલવી-સી 40 દ્વારા 28 વિદેશી ઉપગ્રહોની સાથે 31 ઉપગ્રહોનું પ્રક્ષેપણ અને સફળતાપૂર્વક કક્ષામાં સ્થાપિત કરાયું.
ગગનયાન મિશન પર છેલ્લા ચાર મહિનાથી કામ ચાલી રહ્યું છે. ક્રૂની ટ્રેનિંગ પર કામ શરૂ થઇ ચૂકયું છે. ક્રૂ મેમ્બરનીપસંદગી ઇસરો અને આઇએએફ દ્વારા સંયુકત રીતે કરાશે. ત્યારબાદ તેને 2 થી 3 વર્ષ ટ્રેનિંગ અપાશે.
અમે દેશભરમાં 6 ઇંક્યુબેશન એન્ડ રિસર્ચ સેન્ટર સ્થાપિત કરીશું. અમે ભારતીય વિદ્યાર્થીઓને ઇસરોમાં લાવીશું.