સુરેન્દ્રનગરમાં વંડામાં કુંડાળુ રચી જુગાર રમતા 11 શકુનિ ઝડપાયાJanuary 11, 2019

 35,360નો મુદામાલ કબ્જે લઇ ગુનો નોંધી તપાસ
સુરેન્દ્રનગર તા,11
સુરેન્દ્રનગર નવી હાઉસીંગ બોર્ડ વિસ્તારમાંથી ગંજીપાનાથી જુગાર રમતા 10 ઇસમોને લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા હતા.
પોલીસ અધિક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારનાઓએ જીલ્લામાથી પ્રોહી. જુગારની બદી સંપૂર્ણપણે નેસ્તનાબુદ કરવા ડીએમ. ઢોલ પોલીસ ઈન્સ્પેકટર એલ.સી.બી. સુરેન્દ્રનગરનાઓને સુચના આપેલ.
જે અન્વયે ડી.એમ.ઢોલની સુચના /માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા સુરેન્દ્રનગર, નવી હાઉસીંગ બોર્ડમાં જે.એન.વી. હાઈસ્કૂલ પાછળ આવેલ ડેલાબંધ વરંડામાં ઢાળીયા નીચે ગંજીપાના વતી પૈસાની હારજીતનો જુગાર રમતા આરોપીઓ મહાવીરસિંહ દિલીપસિંહ જાડેજા(રહે. પી.એન.ટી. કવાર્ટર પાસે પરશુરામનગર દાળમીલ રોડ સુરેન્દ્રનગર), હિતેન્દ્રસિંહ હકેન્દ્રસિંહ રાણા (રહે. રુપાળીબામાંના મંદિર પાસે સુરેન્દ્રનગર), યશપાલસિંહ હકેન્દ્રસિંહ રાણા (રહે. રૂપાળીબામાના મંદિર પાસે સુરેન્દ્રનગર), આલાભાઇ કરશનભાઇ ખાંભલા (રેહ.તિલકનગર સોસાયટી, 80 ફૂટ રોડ, સુરેન્દ્રનગર), નરસીભાઇ લક્ષ્મણભાઇ નંદેશરીયા, ચુ.કોળી રહે.ફ મુળચંદ મફતીયાપરા તા. વઢવાણ, વિજયસિંહ હરપાલસિંહ રાઠોડ- રહે. નર્મદેશ્વર મહાદેવના મંદિર પાસે, ન્યુ હાઉસીંગ બોર્ડ, સુરેન્દ્રનગર, મહાવિરસિંહ હઠુભા સીસદીયા રહે. ન્યુ હાઉસીંગ બોર્ડ, નર્મદેશ્વર મહાદેવ પાસે સુરેન્દ્રનગર, રાજેન્દ્રસિંહ હઠુભા સીસોદીયા રહે. ન્યુ હાઉસીંગ બોર્ડ, નર્મદેશ્વર મહાદેવ પાસે સુરેન્દ્રનગર, હનીફ મહોબતભાઇ મલેક મુ.માન રહે. ન્યુ હાઉસીંગ બોર્ડ, નર્મદેશ્વર મહાદેવ પાસે સુરેન્દ્રનગર, ધર્મેન્દ્રભાઇ શાંતીલાલ ઠક્કર લુહાણા રહે. નિર્મળનગર ટી.બી. હોસ્પિટલ પાછળ સુરેન્દ્રનગર વાળાઓ રોકડ રૂા.2360, તથા મોબાઈલ નંગ 8 કી. રૂા.14000 તથા ગંજીપાના નંગ-52 કિ.રૂા. 00/ મળી કુલ રૂા. 35360ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન પકડાઈ જતા મજકુર આરોપીઓ વિરુધ્ધ સુરેન્દ્રનગરની બી ડીવી. પો.સ્ટે.માં ગુનો રજી. કરાવવામાં આવેલ છે.