જામનગરમાં પ્રસૂતિ બાદ મહિલાનું મોત થતાં હોસ્પિટલમાં બબાલJanuary 11, 2019

 તબીબોની બેદરકારીના કારણે મહિલાનું મોત થયાનો પરિવારજનોનો આક્ષેપ : મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર
કરતા દોડધામ
જામનગર તા.11
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં આજે એક પ્રસુતાએ બાળકને જન્મ આપ્યો હતો આ પછી મહીલાનું મૃત્યુ થતા તેના પરિવારજનોએ હોબાળો મચાવી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી તબીબી બેદરકારીનો આક્ષેપ કર્યા હતો આખરે તબીબી અધિક્ષકે તપાસની ખાત્રી આપતા મામલો થાળે પડયો હતો.
જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં રહેતો ભારતીબેન ચંદાણી (ઉ.વ.ર8) નામની ગર્ભપતિ મહિલાને પ્રસુતિનો દુ:ખાવો થતા સારવાર માટે જી જી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જયાં પરિવારજનોએ ડોકટરને જણાવ્યું હતું કે સીઝેરીયન કરીને ડીલીવરી કરાવી પરંતુ ડોકટરોએ સીઝેરીયનની જરુર નહી હોવાનું જણાવ્યું હતું. આ દરમ્યાન તેણીનું મૃત્યુ થયું હતું જો કે તેના બાળકને બચાવી લેવાયું હતું પરંતુ પરિવારના લોકોએ તબીબી બેદરકારીના કારણે ભારતીબેનનું મૃત્યુ નિપજયું હોવાનું આક્ષેપ કરી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો અને મૃતકના પતિએ એમ પણ જણાવેલ કે બાળક પણ અતિ ગંભીર છે.
ત્રણ વ્યાજખોર ઝબ્બે
જામનગરમાં કારખાનેદાર વેપારીને વ્યાજખોરોમાં ત્રાસથી ઘર છોડી દીધું હતું. આ પ્રકારણમાં પોલીસે વધુ ત્રણ વ્યાજખોરોની ધરપકડ કરતા ધરપકડના કુલ આંક 1્ર ઉપર પહોચ્યો છે. જામનગરના કારખાનેદાર નિલેશભાઇ કારોલીયાએ વ્યાજખોરોના ત્રાસથી ઘર છોડી ચાલ્યા ગયા હતા. આ અંગે 18 વ્યાજખોરો સાથે પોલીસને ફરીયાદ નોંધાઇ હતી. આ પ્રકરણમાં અગાઉ આઠ વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી હતી.જયારે ગઇકાલે અરવિંદ ધીરજલાલ દાવડા, જગદીશસિંહ ગંભીરસિંહ જાડેજા અને પ્રદયુમનસિંહ જાડેજાની ધરપકડ કરી હતી.