મોદીની ‘આયુષ્યમાન ભારત’ યોજનામાંથી પશ્ર્ચિમ બંગાળ બહારJanuary 11, 2019


કોલકતા તા.11
પશ્ર્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કેન્દ્ર સરકારની ફલેગશીપ આયુષ્યમાન ભારત યોજનામાંથી નીકળી જવાનો નિર્ણય કર્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 23 સપ્ટેમ્બરે શરૂ કરાયેલી યોજના ક્ષેત્રિય સંભાળ કાર્યક્રમ છે જેમાં દેશમાં 10.74 કરોડ પરિવારોને
આરોગ્ય સંભાળ માટે રૂપિયા પાંચ લાખ આપવામાં આવે છે. ‘મારા રાજ્યમાંથી અમે આયુષ્યમાન યોજાના માટે 40 ટકા હિસ્સો નહીં આપીએ.જો આ યોજનાને બંગાળમાં ચલાવવી હોય તો કેન્દ્રે જ આ રકમ ભરવી જોઇએ’ એમ બેનર્જીએ કહ્યું હતું.
રસપ્રદ વાત એ છે કે ગયા વર્ષે બંગાળ, બિહાર અને છ્તીસગઢને જ આ યોજનાનો સૌથી વધુ લાભ મળ્યો હતો. નવેમ્બરના અંત સુધીમાં આ યોજનાના કુલ ભંડોળ 798.34 રૂપિયામાંથી પશ્ચિમ ંબગાળને193.34 કરોડ રૂપિયા ફાળવાયા હતા જેમાં 16.78 કરોડ વહીવટી ખર્ચ હતો એમ કેન્દ્રના આરોગ્ય મંત્રી અનુપ્રિયા પટેલે કહ્યું હતું. આ યોજનાની શરૂઆત કરાઇ ત્યારે સૌથી વધુ વિરોધ પશ્ચિમ બંગાળની તૃણમુલ કોંગ્રેસની સરકારે જ કર્યો હતો પરંતુ અંતે કેન્દ્ર સરકાર સાથે સમજુતી કરાર કર્યો હતો.
પશ્ચિમ ંબગાળમાં આયુષ્યમાન યોજનાને સ્થાનિક સરકારની સ્વાસ્થ્ય સાથી યોજના સાથે જોડી દેવામાં આવી હતી જેમાં રાજ્ય સરકાર કુલ ખર્ચના 40 ટકા આપે છે અને 40 પરિવારોને વાર્ષિક પાંચ લાખ રૂપિયાનો વીમો પણ અપાય છે. ઉપરાંત રાષ્ટ્રીય સ્વાસ્થ્ય બીમા યોજના હેઠળ રાજ્ય સરકાર આશરે 63 લાખ લોકોને રૂપિયા 30,000નો વીમો આપે છે.પશ્ચિમ ંબંગાળમાં ખેડૂતોને પાક વિમા યોજના હેઠળ કેન્દ્રે મોટી રકમ આપી હોવાના કેન્દ્રના ખોટા દાવાઓના આરોપ મૂકી મમતા બેનર્જીએ આ નિર્ણય લીધો હતો.