‘સપના’માં પણ કલ્પી ન હોય તેવી બની ગઇJanuary 11, 2019

બિગ બોસ ફેમ સપના ચૌધરીનું ટ્રાન્સફોર્મેશન ફેન્સને ચોંકાવી દે તેવું છે. હરિયાણાની સ્ટાર ડાન્સર સપનાએ શોમાંથી નીકળ્યા બાદ પોતાનું વજન ઓછુ કર્યું છે. દેશી ગર્લ સપના હવે બિલકુલ મોર્ડન થઈ ગઈ છે. ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કરવામાં આવેલી લેટેસ્ટ તસવીરોમાં તે ગ્લેમરસ લૂકમાં જોવા મળી હતી. સપના ચૌધરી ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો અવાર-નવાર શેર કરતી રહે છે. આ તસવીરમાં તે યૂનિક લૂકમાં જોવા મળી રહી છે. તેણે પોતાના ચહેરાને એક્સેસરીઝથી કવર પણ કર્યો છે. વ્હાઇટ કલરની ડ્રેસમાં સપના કોઈ મોડલથી ઓછી નથી લાગતી. તે પહેલા કરતા સ્લિમ થઈ છે. તસવીરોને જોઇને કોઈ અંદાજો નહીં લગાવી શકે કે આ દેશી સપના ચૌધરી છે. બિગ બોસનાં કારણે સપનાની પોપ્યુલારિટી વધી હતી. 2018ની સૌથી વધુ ગૂગલ પર સર્ચ થનારી સેલેબ્રિટીમાં સપના ચૌધરી ત્રીજા નંબર પર છે. તે ઘણી ઇવેન્ટમાં ડાન્સ પરફોર્મ કરતા પણ જોવા મળે છે. સપના બિગ બોસની કંટેસ્ટેંટ બન્યા પહેલા પણ સેલેબ્રિટી હતી. યૂપી-બિહાર-હરિયાણામાં તે મોટી સ્ટાર છે. તેનો એનર્જેટિક ડાન્સ તેના ફેન્સને ઘણો જ પસંદ આવે છે. ક્યારેક સલનાર સૂટ અને એથનિક વિયરમાં જોવા મળતી સપના આજે ઘણી બદલાઈ ગઈ છે. તેના બદલાયેલા લૂકે ફેન્સને ઘણા જ ઇમ્પ્રેસ કર્યા છે. સપનાને ફિલ્મોમાં કામ કરવાની પણ તક મળી રહી છે. તે ભોજપુરી અને હિંદી ફિલ્મોમાં આઇટમ સોન્ગ કરી રહી છે.