રક્ષામંત્રી સીતારામન પર ટકોર બદલ રાહુલને આયોગની નોટિસ

નવી દિલ્હી તા.10
રાફેલ વિમાન ડીલમાં થયેલ કૌભાંડના આરોપ પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વારંવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કરી રહ્યાં છે. પરંતુ રાહુલ ગાંધી દ્વારા રક્ષા પ્રધાન નિર્મલા સીતારામનને લઇને આપેલા નિવેદન પર મુશ્કેલીમાં વધારો થાય તેવી શક્યતા છે.
રાષ્ટ્રીય મહિલા આયોગ હવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને નોટીસ મોકલવાની તૈયારી છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક મહિલા પાછળ છુપાઇ રહ્યાં છે. આ નિવેદન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહિત અનેક નેતાઓએ નિંદા કરી હતી.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક રેલીમાં આરોપ લગાવ્યો હતો કે રાફેલ મુદ્દા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગી રહ્યાં અને બચાવ માટે સંસદમાં એક મહિલાને આગળ કરી રહ્યાં છે. જેને લઇને મહિલા આયોગે કડક રૂખ અપનાવ્યો છે.
રાષ્ટ્રીય મહિલા આયોગની અધ્યક્ષ રેખા શર્માએ ટવિટ કરતાં રાહુલ ગાંધી પર નિવેદન આપ્યું છે કે એક મહિલાને કહ્યું મારી રક્ષા કરો? આ નિવેદન મહિલા વિરોધી છે.
શું રાહુલ ગાંધી એમ સમજે છે કે મહિલા કમજોર છે? રાહુલ ગાંધી દેશની રક્ષા પ્રધાનને જ કમજોર બતાવી રહ્યાં છે. જો કે ત્યારબાદ રાષ્ટ્રીય મહિલા આયોગના ટવિટર એકાઉન્ટ પરથી જણાવવામાં આવ્યું કે મહિલા આયોગ આ મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને નોટીસ પાઠવશે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીના આ નિવેદનને મહિલા વિરોધી બતાવ્યું હતું. જેના પર રાહુલ ગાંધીએ પલટવાર કરતાં કહ્યું હતું કે વાતોને ગોળ-ગોળ ફેરવાનું બંધ કરો.
મારો સવાલન જવાબ આપો કે તમેને રાફેલ ડીલ બદલી ત્યારે રક્ષા મંત્રાલય અને વાયુસેનાએ વાંધો ઉઠાવ્યો હતો? પહાથ કે પનાથમાં જવાબ આપો. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવાય ભાજપના અધ્યક્ષ અમિત શાહ, વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ સહિત પક્ષના અન્ય નેતાઓએ રાહુલ ગાંધીના આ નિવેદન પર પલટવાર કર્યો હતો.