સુરેન્દ્રનગરનાં અખિયાણામાંથી દારૂ સાથે બે શખ્સ ઝડપાયા

 પોલીસે 70 બોટલ દારૂ સાથે 1.18 લાખનો મુદામાલ જપ્ત કર્યો
સુરેન્દ્રનગર તા,10
પોલીસ અધિક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર સુ.નગરની સુચનાથી તા.8/1 ના ક-17-15 વાગ્યાથી બજાણા પી.એસ.આઈ. વી.બી. કલોતરા તથા પો.હેડ.કોન્સ. વી.એન. પરમાર તથા મનીષભાઇ તથા પો.કોન્સ. શામજીભાઇ તથા સુરેશભાઇ વિગેરે સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન ખેરવા અખીયાણા રોડ ઉપર અખીયાણા ગામ પાસે આવતા ખાનગીબાતમી રાહે હકીકત મળેલ કે એક રીક્ષા દારૂ ભરી નીકળનાર છે.
ધર્મેશભાઇ માધુભાઇ સોલગામ કોળી (ઉ.વ.30) રે. મોરબી સામાકાંઠે કુબેર ટોકીઝ સામે તા.જી.-મોરબી વાળો હોવાનું જણાવેલ અને મજકુરને ભાગેલ ઈસમ બાબતે પુછપરછ કરતા તોસીફખાન ઉર્ફે લાલો અકબરખાન જતમલેક રે. અખીયાણાવાળો હોવાનું જણાવેલ અને મજકુરના કબજામાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-60 કી. રૂા. 18000 તથા એક ઓટોરીક્ષા નં. જીજે 13 એવી 1920 કી. રૂા. 1,00,000 મળી કુલ રૂા. 1.18,000 નો મુદામાલ કબ્જે કરેલ તથા હકીકત આધારે બીજી રેઈડ અખીયાણા ગામમાં રહેતા વિમલકુમાર પટેલ (ઉ.વ.32) વાળાના મકાનમાંથી દારૂની બોટલ નંગ-12 કિ. રૂ. 3600નો મુદામાલ કબ્જે કરી બંને ઈસમોને પકડી પાડેલ છે.
અને બંને વિરુધ્ધ અલગ અલગ ગુના દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.