3 મહિનામાં રૂપિયા 5 કરોડની વેંચાણી મોદી-બ્રાન્ડ પ્રોડક્ટ્સJanuary 10, 2019

 ટી-શર્ટ, કેપ, કી-ચેઈન, કોફી, મગ, નોટબુક અને પેનની ધૂમ ડિમાન્ડ
નવી દિલ્હી તા,10
નરેન્દ્ર મોદી બ્રાન્ડની 5 કરોડ રૂપિયાની વસ્તુઓ ગત ત્રણ મહિનામાં નમો એપ પરથી વેચાઈ છે. ‘નમો અગેઈન’ના નારા સાથે વેચાવા મુકવામાં આવેલી આ વસ્તુઓમાં ટી-શર્ટથી લઈને પેન સુધીની વસ્તુઓ સામેલ છે. નમો એપ દ્વારા વેંચાતી આ વસ્તુઓનો આંકડો ભાજપ માટે ઉત્સાહજનક છે. માત્ર 3 મહિનામાં જ 15.75 લાખ યુનિટ્સ વેચાઈ ગયા અને
ભાજપનું માનવું છે કે, લોકસભા ચૂંટણી પહેલા આ વસ્તુઓની ખરીદીમાં મોટો વધારો થઈ શકે છે.
સૌથી વધુ ખરીદી ભાજપના પ્રાદેશિક કાર્યાલયો અને દેશભરના ભાજપ કાર્યકરોએ કરી છે. નમો બ્રાન્ડની આ વસ્તુઓ ગત મહિને પેટીએમ અને એમેઝોન જેવા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ હતી. નમો બ્રાન્ડ અંતર્ગત સૌથી વધુ ટી-શર્ટનું થયું છે. કુલ વેચાયેલી વસ્તુઓમાંથી અડધી ભાગીદારી ટી-શર્ટની જ હતી.
ભાજપ સાંસદો તરફથી ‘હુડી ચેલેન્જ’ લેવાતા અને યોગી આદિત્યનાથ તેમજ વિજય રૂપાણી જેવા મુખ્યમંત્રીઓ તરફથી આ વસ્તુઓની ખરીદીની અપીલની અસર પણ સેલમાં જોવા મળી છે. ઉલ્લેખનિય છે કે, હિમાચલ પ્રદેશથી ભાજપના સાંસદ અનુરાગ ઠાકુર અને સામાજિક ન્યાય મંત્રીએ ‘નમો અગેઈન’ વાળી ટી-શર્ટ પહેરી પોતાની તસવીર ટ્વીટ કરી હતી. આ ટી-શર્ટ નમો એપ પર 499 રૂપિયામાં ઉપલબ્ધ છે.
17 ડિસેમ્બરે પીએમ નરેન્દ્ર મોદીના 68 જન્મદિવસ પ્રસંગે નમો બ્રાન્ડની વસ્તુઓને નમો એપ પર સેલ માટે મુકાઈ હતી. આ સેલમાં શર્ટનું વેચાણ 2.64 કરોડ રૂપિયાનું થયું ટોપીઓનું સેલ 56 લાખ રૂપિયાનું, કીચેન્સનું વેચાણ 43 લાખ રૂપિયાનું થયું છે. તે ઉપરાંત કોફી મગ 37 લાખ રૂપિયાના અને નોટબુક 32 લાખ રૂપિયાની વેંચાઈ. નમો એપથી 3 મહિના દરમિયાન 38 લાખ રૂપિયાની પેન્સ પણ વેચાઈ છે. કઈ વસ્તુ કેટલી વેંચાઈ?
ટીશર્ટ 2,64,73,321 રૂપિયા
કેપ્સ 56,02,865 રૂપિયા
કીચેઇન્સ 43,06,737 રૂપિયા
મગ 36,38,818 રૂપિયા
નોટબુક્સ 32,20,583 રૂપિયા
પેન્સ 37,37,843 રૂપિયા