હાથ નથી છતાં પણ ‘હસ્તગત’ છે કલા!

સુરત તા.10
વ્યક્તિ શારીરિક રીતે સક્ષમ ન હોય પરંતુ જો તેના ઈરાદાઓ બુલંદ હોય તો તે ઘણુ બધું હાંસલ કરી છે. આવો જ એક પ્રેરણાદાયી કિસ્સો સુરતમાં જોવા મળ્યો છે. જેમાં એક યુવકને બંને હાથ ન હોવા છતાં મોઢાની પીંછી પકડી પેઈન્ટિંગ કરે છે અને તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માતા હિરાબા સાથેનું પેઈન્ટિંગ બનાવી પીએમ મોદીને ભેટ આપ્યુ છે.
સુરતના 36 વાર્ષિક મનોજ ગોપાલદાસ ગજાનંદ ભીંગારે નવાગામ ડિંડોલીમાં આવેલ જયરાજ નગરમાં રહે છે. તેઓને બંને હાથ નથી છતાં મોઢામાં પીવીં
લઈ સુંદર ચિત્રો દોરે છે. ગત રોજ મંગળવારે મનોજભાઈ આઠ જેટલા દિવ્યાંગ કલાકારો સાથે વડાપ્રધાન મોદીને મળવા ગયા હતા. જ્યાં તેમણે વડાપ્રધાન મોદી અને હીરાબાનું ચિત્ર વડાપ્રધાનને ભેટ આપ્યું હતું. આ દરમિયાન સુરતના ધારાસભ્ય અને સાંસદ પણ હાજર રહ્યા હતા. મનોજભાઈની કળા જોઈને વડાપ્રધાન પણ ખૂબ ખુશ થયા હતા અને તેમની હિંમતને દાદ આપી હતી.