સૂર્ય વિના ઋતુ પરિવર્તન અને માનવજીવન અશક્યJanuary 10, 2019

પૃથ્વી અને બધા જ ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે. એટલે એમ કહી શકાય કે સૂર્ય આપણા જીવનનો મુખ્ય આધાર છે 14 તારીખથી સાંજે જયારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે તેથી તા.15મીએ સવારે ધાર્મિક મહત્ત્વ અને દાનપુણ્યનું મહત્ત્વ રહેલું છે સૂર્ય મનુષ્ય જીવનમાં આત્મબળ, શરીરનું બંધારણ, જ્ઞાન શક્તિ, ઉદારતા, વિશાળતા
જેવા ગુણોને અસર કરે છે   સૂર્ય નવ ગ્રહમાં મુખ્ય છે. સૂર્યથી જીવનની શરૂઆત થાય છે આપણે જેમાં રહીએ છીએ તે સૂર્ય મંડળ કહેવાય છે. સૂર્યનું જન્મસ્થળ કલિંગદેશ છે જેને અત્યારે ઓરિસ્સા કહીએ છીએ તે જન્મસ્થળ માનવામાં આવે છે. સૂર્ય દ્વારા નવ ગ્રહને શક્તિ મળે છે અને ચંદ્રને પ્રકાશ મળે છે. સૂર્ય દ્વારા ઋતુ પરિવર્તન અને માનવજીવન સૂર્યની શક્તિ વગર અશક્ય છે. સૂર્યના ગુરુત્ત્વાકર્ષણ બળના કારણે જ પૃથ્વી અને બધા જ ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે.
એટલે એમ કહી શકાય કે સૂર્ય આપણા જીવનનો મુખ્ય આધાર છે.
આપણા સાત મુખ્ય રંગો છે તે સૂર્યના સાત ઘોડા ગણવામાં આવે છે અને ખગોળશાસ્ત્ર મુજબ સૂર્યનું મહત્ત્વ જોઇએ તો સૂર્ય 12 મહિનામાં 12 રાશી બદલે છે. દર મહિને સૂર્ય એક રાશિ બદલે છે જયારે સૂર્ય મકર રાશિમાં જાય ત્યારે ઉત્તરાયણમાં સૂર્ય ગયો કહેવાય. આ સમયે આપણે મકર સંક્રાંતિ એટલે કે ઉતરાયણ મનાવીએ છીએ. અહીં દિવસ વૃધ્ધિ થાય છે. સૂર્ય મનુષ્ય જીવનમાં આત્મબળ, શરીરનું બંધારણ, જ્ઞાન શક્તિ, ઉદારતા, વિશાળતા જેવા ગુણોને અસર કરે છે. ચંદ્રને પોતાનો પ્રકાશ નથી પણ તેને સૂર્ય દ્વારા પ્રકાશ મળે છે. ગ્રહોમાં સૂર્યને રાજા ગણવામાં આવે છે. સૂર્યની ધાતુ સૌથી શ્રેષ્ઠ ધાતુ સોનું છે. આપણા જીવનમાં સૂર્યનું મહત્ત્વ અનેક ગણું રહેલું છે.
14 તારીખથી સાંજે જયારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે તેથી તા.15મીએ સવારે ધાર્મિક મહત્ત્વ અને દાનપુણ્યનું મહત્વ રહેલું છે.
સૂર્યને દરોરજ અર્ધ્ય આપવું લાભદાયી છેે છતાં સૂર્ય જયારે ધન, મકર અને કુંભ રાશિમાં હોય ત્યારે સૂર્યને જલઅર્ધ્ય આપવાનું ઉત્તમ કહેવાય છે. સૂર્ય દેવની પૂજા તેમજ જાપ કરવા શ્રેષ્ઠ છે. તેમજ આદિત્યહૃદયના પાઠ કરવા લાભદાયી છે.
સંક્રાંતના દિવસે સૂર્યના બીજ મંત્રના જાપ લાભદાયી છે. મંત્ર છે.
હ્રાં હ્રીં હ્રાઁ સ: સૂર્યાય નમ:
(શાસ્ત્રી રાજદીપ જોશી)