19મીએ વડાપ્રધાન ભાવનગરમાં નર્મદા નીરનાં વધામણા કરશે

ભાવનગર તા.9
ચાલુ વર્ષ દરમિયાન ચોમાસામાં વરસાદ ઓછો પાડવાને કારણે શેત્રુંજી ડેમ પાણીની ઘટ જોવા મળી રહી છે હાલ ડેમની સ્થિતિ જોઇએ તો માત્ર 20 ટકા જેટલું પાણી છે. 14 ફૂટની સપાટી રહી છે ત્યારે દેશના વડા પ્રધાન નરેન્દ્રમોદી આવનારી 17 અથવા 19 તારીખના રોજ ભાવનગર જીલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં નર્મદા નીરના વધામણા માટે આવનાર છે ત્યારે હાલ શેત્રુજી ડેમની કાયાપલટ કરવા અર્થે તંત્ર મહેનત કરી રહ્યું છે. શેત્રુંજી ડેમ ખાતે હાલ રંગ રોગાન તેમજ સાફ સફાઇ ચાલી રહી છે આવનારા દિવસોમાં વડા પ્રધાન નરેન્દ્રમોદી નર્મદા નીરના વધામણા કરવાના છે ત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારી કરી રહી છે.
સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી પર પાલીતાણા નજીક આવેલા શેત્રુજી ડેમનું જવાહરલાલ નહેરૂના હસ્તે ઉદઘાટન થયેલ, આ શેત્રુજી ડેમ કેલ 308.68 ઘી.મીનો જળસંગ્રહની ક્ષમતા ધરાવતો આ શેત્રુજી ડેમ ભાવનગર જિલ્લા માટે આશીર્વાદ સમાન છે, આ ડેમમાંથી ભાવનગર શહેરને પીવાનું પાણી પુરૂં પાડવામાં આવે છે. તેમજ જિલ્લાના પાલીતાણા, ગારીયાધાર તળાજા, મહુવા તાલુકાના ગામડાઓને પણ પીવાનું તેમજ પિયતનું પાણી પૂરૂં પાડવામાં આવે છે. આ ડેમમાંથી ડાબા અને મજણા કાંઠાની કેનાલો મારફતે પાલીતાણા, તળાજા, ઘોઘા, મહુવાના ગામડાઓમાં પિયત માટે પાણી આપવામાં આવે છે પરંતુ ચાલુ વર્ષે ચોમાસામાં ઓછો વરસાદ થવાનાં કારણે શેત્રુજી ડેમમાં માત્ર 20 ટકા જેટલું પાણી રહ્યું છે.ે
જો કે ડેમમાં પાણીની અછતનો આતુરતાનો અંત આવતો હોય તેવું લાગી રહ્યું છે કેમ કે આગામી 17 અથવા 19 તારીખના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌની યોજના અંતર્ગત નર્મદાના નીરના વધામણા કરવાના છે જેની તૈયારીઓના ભાગ રૂપે તંત્ર એલર્ટ હોય તેવું લાગી રહ્યું છે. શેત્રુંજી ડેમ રંગ રોગાન તેમજ સાફ સફાઇ સહિતની જુંબેશ ચાલી રહી છે તદ્ ઉપરાંત ડેમ ખાતે સી પ્લેનમાં જો વડાપ્રધાન આવે તો તેની માટેની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ જો બાઇ એર આવશે તો તે માટે પણ હેલી પેડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.