લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર નબળું જતા યુવાનનો આપઘાત

 ભાવનગરમાં યુવાને ગળાફાંસો ખાઈ
જીવન ટૂંકાવ્યું
ભાવનગર તા.8
ભાવનગર શહેરના ચિત્રા-ફુલસર વિસ્તારમાં રહેતા એક યુવાને ગઈકાલે સોમવારે સવારે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર સાથે અરેરાટી વ્યાપી જવા પામેલ છે. લોકરક્ષક દળની પરીક્ષાનુ પેપર નબળુ જતા યુવાને આપઘાત કર્યો હોવાનુ પોલીસે જણાવેલ છે. આ બાબતે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. શહેરના ચિત્રા-ફૂલસર વિસ્તારમાં આવેલ ખેતલા મામાની જગ્યા પાસે રહેતા અલ્પેશ રમેશભાઈ બારૈયા નામના યુવાને ગઈકાલે સોમવારે સવારે 10.30 કલાકે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી જવા પામેલ છે. આ બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. લોકરક્ષક દળની પરીક્ષાનુ પેપર નબળુ જતા યુવાને મોત વ્હાલુ કર્યુ હોવાનુ તેના પરિવારજનોએ પોલીસને જણાવ્યુ હતું. આ બાબતે બોરતળાવ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. યુવાનનુ મોત નિપજતા તેના પરિવારજનોમાં શોકની લાગણી ફરી વળી છે. આ બનાવના
પગલે ઉપરોકત વિસ્તારમાં સોપો પડી ગયો હતો. ઉલ્લેખનીય છે કે,
રવિવારે લોકરક્ષક દળની પરીક્ષા લેવામાં આવી હતી.