ફૂડ ટોક January 08, 2019

ઓટસ એન્ડ નટસ ચીકી
: સામગ્રી :
1 કપ- ઓટ્સ,
1/4 કપ સમારેલ મિક્સ નટ્સ(બદામ, કાજુ, પિસ્તા, અખરોટ),
1/2 કપ કોલ્હાપુરી ગોળ
1 થી 2 ટી. સ્પૂન ઘી અથવા તેલ
: રીત :
ઓટસ અને નટસને ડ્રાયરોસ્ટ કરવા. ત્યાર બાદ સાઇડમાં રાખવા એક પેનમાં ગોળ લેવો. સ્લોથી મીડિયમ ફ્ેલમ પર ગોળનો પાયો તૈયાર કરવો. ત્યારબાદ ઓટ્સ નટસ એક કરી મિક્સ કરવું તરત જ તેલ અથવા ઘી લગાડેલ સર્ફેસ (પાટલો અથવા પ્લેટફોર્મ) પર લઇ થોડું જાડું વણી લેવું. ઠંડુ થાય એટલે પીસીસ કટ કરવા સર્વ કરવું.
કોકોનેટ પાઇનેપલ ચીકી
: સામગ્રી :
1/2 કપ-સુકા નારીયેલની સ્લાઇઝ
2 ટે સ્પૂન ડ્રાય પાઇનેપલ પીસીસ
1/8 ટી સ્પૂન પાઇનેપલ એસેન્સ
1/2 કપ ખાંડ
1 ટી સ્પૂન તેલ
: રીત :
ખાંડને સ્લો ફલેમ પર કેરેમલ કરવી તેમાં પાઇનેપલ એસન્સ, નારીયેલની સ્લાઇઝ, ડ્રાય પાઇનેપલના ટુકડા એડ કરી મિક્સ કરવું. તેલ લગાડેલ સર્ફેસ પર પાથરવું ઠંડુ થાય એટલે પીસીસ કરી સર્વ કરવું.
ગ્રેનોલા બાર (સુગર ફ્રી)
: સામગ્રી :
100 ગ્રામ અંજીર
100 ગ્રામ ખજુર
100 ગ્રામ રોસ્ટેડ બદામ
10 ગ્રામ રોસ્ટેડ તલ
10 ગ્રામ રોસ્ટેડ ઓટ્સ
2 ટેબલ સ્પૂન રોસ્ટેડ પમ્પકીન સીડસ
: રીત :
ખજુર અંજીરને 5થી 7 મિનિટ સ્ટીમ કરવા.
ઠંડા થાય એટલે પેસ્ટ તૈયાર કરવી. (ફૂડ પ્રોસેસરમાં)
આ પેસ્ટમાં બદામના ટુકડા, ઓટ્સ, રોસ્ટેડ પમ્પકીન સીડસ નાખી મિકસ કરવું
1 ટે. સ્પૂન ડ્રિકિંગ ચોકલેટ એડ કરવી. મિકસ કરવું.
મોલ્ડમાં સેટ કરવું.
તલ ભભરાવવા, 2 કલાક ફ્રિઝમાં સેટ થવા રાખવું.